મોસ્કો: રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સાઈબેરીયામાં એક પાવર પ્લાન્ટ સ્ટોરેજ સેન્ટરમાંથી લગભગ 20 હજાર ટન ડીઝલ ઇંધણ લીક થયાની ઘટના બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ ઘટના મોસ્કોથી 2900 કિલોમીટર દૂર નોરિલ્સ્ક શહેરના બહારના વિસ્તારમાં સ્થિત પાવર પ્લાન્ટમાં બની હતી. લીક થયેલા ઇંધણને આંબરનયા નદીમાં પ્રવેશતું અટકાવવા બેરીકેડ લગાવવામાં આવ્યા છે.
સાઈબેરીયામાં ડીઝલ ઈંધણ લીક થયા બાદ કટોકટી જાહેર કરાઈ - રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન
સાઈબેરીયાના વીજ પ્લાન્ટ સ્ટોરેજ સેન્ટરમાંથી આશરે 20 હજાર ટન ડીઝલ ઈંધણ લીક થયાની ઘટના બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન
નદીમાંથી એક તળાવ નીકળે છે. જે આગળ જઇને એક નદીમાં મળે છે. આ નદી આર્કટિક મહાસાગર તરફ જાય છે. રશિયાના પ્રેસિડેન્ટ પુતિને અધિકારીઓને ઈંધણ લીકેજના નુકસાનને અટકાવવા આદેશ આપ્યા છે.
વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ રશિયાના ડિરેક્ટર એલેક્સી નિજનીકોવે જણાવ્યું કે, આનાથી માછલી અને અન્ય જળ સંસાધનોને નુકસાન થશે. ઈંધણ લીકની ઘટનાથી કુલ 1 કરોડ 30 લાખ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.