- આગામી 17 એપ્રિલે ડ્યુક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ
- વડાપ્રધાન બોરિસ જ્હોન્સન નહિ થાય સામેલ
- પ્રિન્સની અંતિમ ઇચ્છા મુજબ થશે આયોજન
લંડન: બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર રીતે થયેલી જાહેરાત મુજબ, આગામી 17 એપ્રિલે વિન્ડસર મહેલ ખાતે ડ્યુક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિનું આયોજન રાખવામાં આવ્યું છે.
શોભાયાત્રા કાઢવામાં નહિ આવે
વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે અંતિમ સંસ્કાર ભારતીય સમય પ્રમાણે 3 વાગ્યાથી શરૂ થતાં જ સમગ્ર દેશમાં અમુક મિનિટોનું મૌન પાળવામાં આવશે. કોરોના મહામારીને કારણે ખૂબ જ ઓછા સભ્યો સાથે વિન્ડસર મહેલની અંદર જ વિધિ સંપન્ન થશે. અંતિમ સંસ્કારનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થશે. યુકેમાં 8 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.