- વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીયોને સ્કોટલેન્ડમાં મળ્યા
- સ્કોટિશ ચિકિત્સક ડો. નાદે હકીમે વડાપ્રધાન મોદીને તેમની જ એક પ્રતિમા અર્પણ કરી
- મોદીએ ડો. નાદે હકીમને પ્રતિમા પર મૂકવા માટે પોતાના ચશ્મા આપ્યા
ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સોમવારે સ્કોટલેન્ડ (SCOTLAND) માં પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરી હતી. જેઓ તેમનું અભિવાદન કરવા અહીં એકઠા થયા હતા. વડાપ્રધાન મોદી રવિવારે રાત્રે ગ્લાસગો પહોંચ્યા હતા. સ્કોટિશ ચિકિત્સક ડો. નાદે હકીમે વડાપ્રધાન મોદીને તેમની જ એક પ્રતિમા અર્પણ કરી હતી. જેનું મંત્રણા દરમિયાન ઔપચારિક રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ તેમને પોતાના ચશ્મા પ્રતિમા પર મૂકવા માટે આપ્યા હતા.
આ પણ વાંચો: નીરજ ચોપરા સહિત અન્ય 11 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળ્યા
મોદી સાથે વાત કરતી વખતે મારા ભાઈ સાથે વાત કરતો હોય તેવું લાગ્યું: ડો. નાદે હકીમ
હકીમે વાતચીત બાદ કહ્યું કે, મેં વડાપ્રધાન મોદી (Narendra Modi) ની પ્રતિમા બનાવી છે, તે લોકપ્રિય છે. દરેક વ્યક્તિ તેમને પસંદ કરે છે. મને તેમની વિશેષતાઓ ખરેખર ગમે છે અને મેં આ બનાવવાનું નક્કી કર્યું, હું તેમના પ્રતિભાવોથી રોમાંચિત છું. હકીમે વધુમાં કહ્યું કે, જ્યારે કોઈએ પૂછ્યું કે ચશ્મા ક્યાં છે, ત્યારે મોદીએ ચશ્મા ઉતારીને પોતાની પ્રતિમા પર મૂકી દીધા. મને આશા છે કે ભારત અને અન્ય સ્થળોએથી દરેકને તેમની વિશેષતાઓ ગમશે. હું મોદીથી પ્રભાવિત થયો છું. કારણ કે તેમણે (વડાપ્રધાન મોદીએ) દરેક NRI સાથે વાતચીત કરી અને દરેક વ્યક્તિને સમય આપ્યો અને તેમને જવાબ આપવા માટે પણ સમય આપ્યો હતો. હકીમે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે વાત કરતી વખતે મને એવું લાગ્યું કે જાણે હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો છું.
આ પણ વાંચો: પછાત દેશોને મળે મદદ - ગ્લાસગોમાં આયોજિત COP26 સંમેલનમાં બોલ્યા PM મોદી
આપણા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદી ગ્લાસગોમાં પધાર્યા હતા: અરિંદમ બાગચી
અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બેઠક પછી તરત જ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આપણા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતીય સમુદાયના સભ્ય અને ભારતીય વિષયોના વિદ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્લાસગોમાં પધાર્યા હતા. સમુદાયના નેતાઓ સાથેની તેમની વાતચીતમાં ગ્લાસગો અને એડિનબર્ગના પ્રવાસી ભારતીય સમુદાયના આરોગ્ય કર્મચારીઓ, વિદ્વાનો અને કારોબારી સહિત 45 પ્રતિનિધિઓ સાથેની તેમની એક બેઠકનો પણ સમાવેશ થાય છે.
મોદીને કારણે આજે બધા નેતાઓ આપણા બધાને એક કરવા માટે ભેગા થઈ રહ્યા છે: પામ ગોસાઈ
મોદી પ્રિન્સ વિલિયમના અર્થશોટ પુરસ્કાર વિજેતા, દિલ્હી સ્થિત રિસાયક્લિંગ કંપની ટકાચારના સંસ્થાપક વિદ્યુત મોહન અને તમિલનાડુની 14 વર્ષીય ફાઈનલિસ્ટ વિનિશા ઉમાશંકરને પણ મળ્યા હતા, જે સૌર ઉર્જાથી સંચાલિત ઈસ્ત્રી કરતા ઉપકરણની શોધકર્તા છે. વડાપ્રધાનને મળનારા પ્રવાસી ભારતીયોમાં પામ ગોસાઈ પણ સામેલ છે. જેમણે કહ્યું હતું કે, હું સ્કોટિશ સંસદની પ્રથમ ભારતીય શીખ મહિલા સભ્ય છું. અહીં વડાપ્રધાનને મળીને આનંદ થયો. મને લાગે છે કે મોદી જ્યારે એક વિશ્વ, એક પહેલની વાત કરે છે ત્યારે તેઓ સંપૂર્ણ રીતે સાચા છે અને આ જ કારણ છે કે આજે બધા નેતાઓ આપણા બધાને એક કરવા માટે ભેગા થઈ રહ્યા છે.
મોદીએ ખરેખર ભારતને ટોચ પર પહોંચાડ્યું છે: મંજુલિકા સિંઘ
યોગ ગુરુ અને સ્કોટિશ ઈન્ડિયન કલ્ચરલ ફેસ્ટિવલ કમિટીના વંશીય લઘુમતી પ્રમુખ મંજુલિકા સિંઘે કહ્યું કે, તેઓ યોગને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા માટે વડાપ્રધાન મોદીનો આભાર માને છે. તેઓ એક તેજસ્વી નેતા છે, જેમણે ખરેખર ભારતને ટોચ પર પહોંચાડ્યું છે. જેની આપણે બધા પ્રશંસા કરીએ છીએ.
વડાપ્રધાન મોદી આપણને વ્યક્તિગત રીતે મળ્યા અને તે એક અદ્ભુત અનુભવ: ડો. વિપિન
ડો. વિપિને કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદી (Narendra Modi) ને મળવા માટે ઉત્સાહિત છે. ભલે આપણે ભારતમાં નથી રહેતા પરંતુ દેશ માટે આપણી આશાઓ, આકાંક્ષાઓ અને સપનાઓ છે. મોદીમાં આપણને એવા નેતા દેખાય છે, જે આપણને ત્યાં લઈ જશે. તેઓ આપણને વ્યક્તિગત રીતે મળ્યા અને તે એક અદ્ભુત અનુભવ હતો.