ગુજરાત

gujarat

ETV Bharat / international

ફ્રાન્સના લ્યોનમાં પાદરી પર હુમલો, ફાયરિંગ કરી આરોપી ફરાર - ચર્ચના પાદરી પર હુમલો

ફ્રાન્સના લ્યોન શહેરમાં ઓર્થોડાક્સ ચર્ચના પાદરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ પાદરી પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ફ્રાન્સ
ફ્રાન્સ

By

Published : Nov 1, 2020, 8:38 AM IST

  • ફ્રાન્સમાં ફરી હુમલો
  • ફ્રાન્સમાં પાદરી પર હુમલો

પેરિસ: ફ્રાન્સના લિયોન શહેરમાં ઓર્થોડોક્સ ચર્ચના પાદરી પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હુમલો કરનાર પાદરી ઉપર ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થયો હતો.પાદરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસે આપેલી માહિતી અનુસાર, સાંજે 4 વાગ્યે પાદરી ચર્ચ બંધ કરી રહ્યા હતા. ત્યારે હુમલો કરનારે તેમની ઉપર 2 ગોળીઓ મારી હતી.2 દિવસ પહેલા ગુરુવારે ફ્રાન્સના નીસમાં એક ચર્ચમાં હુમલો થયો હતો અને હુમલામાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પાદરી પર હુમલો કરી આરોપી ફરાર

મળતી માહીતી મુજબ, પોલીસે લ્યોનમાં પાદરી પર હુમલો કરનારને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાદરી પર હુમલો કરનાર વ્યક્તિ આશરે 40 વર્ષનો છે. અગાઉ નીસના નોટ્રડ્રમ ચર્ચમાં હુમલો કરનાર શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જોકે ધરપકડ દરમિયાન આરોપી ઘાયલ થયો ગચો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details