નવી દિલ્હી:હવે ભારતીય વાયુસેનાએયુક્રેનમાં ફસાયેલા ભારતીયોને (Indian Air Force took lead bringing Indians trapped in Ukraine) લાવવા માટે આગેવાની લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર 'ઓપરેશન ગંગા' (OPERATION GANGA) હેઠળ વાયુસેનાએ તેની પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી હતી. દેશવાસીઓને ભારતીય વાયુસેના પર વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં પરિસ્થિતિને કાબૂમાં લાવશે અને હજારો પરિવારોને રાહત આપશે.
વાયુસેનાના બે વિમાન ઉડાન ભરી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા હિંડોન એરબેઝ પરથી ભારતીય વાયુસેનાના બે વિમાન રોમાનિયા અને હંગેરી માટે ઉડાન ભરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીયોને પરત લાવવા વાયુ સેના પણ સામેલ થઈ છે.
IAF, C-17 એરક્રાફ્ટ રોમાનિયા માટે રવાના થાયું
યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના સરકારના પ્રયાસોને વધુ તીવ્ર બનાવતા, ભારતીય વાયુસેના (IAF) C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (IAF, C-17 aircraft leaves for Romania) આજે બુધવારે વહેલી સવારે રોમાનિયા જવા રવાના થયું હતું. વિમાને હિંડન એરબેઝ પરથી સવારે લગભગ 4 વાગે ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોની સમીક્ષા કરવા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ભારતીય વાયુસેનાને ઓપરેશનમાં (Indian Air Force joined operation) જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.