વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ એક જ્વાળામુખી ચેતવણી માટે એલર્ટ સિસ્ટમની શોધ કરી છે. જે સમય પહેલા જ્વાળામુખી વિસ્ફોટની માહિતી આપશે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડમાં સૌથી સક્રિય જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થવાથી 21 લોકોના મોત થયા હતા.
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ જ્વાળામુખીની સમયસર ચેતવણી માટે નવી એલર્ટ સિસ્ટમ બનાવી - એલર્ટ સિસ્ટમ
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ જ્વાળામુખી ચેતવણી માટે નવી એલર્ટ સિસ્ટમની શોધ કરી છે. જે સમય પહેલાં જ્વાળામુખી વિસ્ફોટની માહિતી આપશે.
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ જવાળામુખીની સમયસર ચેતવણી માટે નવી એલર્ટ સિસ્ટમ બનાવી
નવી સિસ્ટમ જ્વાળામુખી વિસ્ફોટોની આગાહી કરી શકે છે. આ પ્રોજેકટમાં સામેલ વૈજ્ઞાનિક શેન ક્રોનિનનું કહેવું છે કે, વર્તમાન એલર્ટ સિસ્ટમ વાસ્તવિક સમયમાં ડેટા એકત્ર કરે છે. પરંતુ શું થવાનું છે તે જાણકારી એક પેનલ દ્વારા મૂલ્યાંકન થાય છે. તેમની પાસે એક વિશેષ પ્રક્રિયા છે. જેમાં સમય લાગી શકે છે.
તેમણે કહ્યું હતું કે, વ્હાઇટ દ્રીપ વિસ્ફોટ થતાં નવી સિસ્ટમ પર સંશોધન શરૂ થઇ ગયું હતું.