ગુજરાત

gujarat

ETV Bharat / international

ન્યુઝીલેન્ડમાં પ્રવાસન સ્થળ વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો, 16ના મોત - વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો

ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડ પાસે જેવાળામુખીમાં વિસ્ફોટ થતા 16 લોકોના મોત નીપજ્યા હતા. અમુક લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા અને કેટલાકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

new zealand
ન્યૂઝીલેન્ડમાં પ્રવાસન સ્થળ વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો

By

Published : Dec 12, 2019, 9:47 PM IST

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતદેહોને બહાર કાઢવાનો કામ શરૂ કરાયો છે. જો કે, ધુમાડા અને રાખના કારણે લોકોના મૃતદેહને બહાર કાઢવામાં તકલીફ થઇ રહી છે. હોસ્પિટલમાં બુધવારના રોજ બે લોકોના મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી અમુક લોકોની હાલત અત્યંત ગંભીર છે. સોમવારના રોજ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જે સમય દરમિયાન 47 પ્રવાસીઓ ત્યાં હજાર હતા. વ્હાઇટ આઇલેન્ડ નોર્થ દ્વિપ તટથી લગભગ 50 કિલોમીટર દુર સ્થિત છે. જ્યાં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે.

વૈજ્ઞાનિકોએ 3 ડિસેમ્બરે જ્વાળામુખી ફાટવાની ભીતિ વ્યક્ત કરી હતી. જો કે, તીવ્રતા એટલી નહોતી કે, તેનાથી પ્રવાસીઓને કોઇ ખતરો હોય, જેને જોતા કોઇ ચેતાવણી વ્યક્ત કરવામાં આવી નહોતી. વ્હાઇટ આઇલેન્ડ ન્યૂઝીલેન્ડની મુખ્ય ધરતીના તૌરુંગા શહેરની ઉત્તરમાં 50 કિલોમીટર દૂર છે. આ ટાપુ પરનો જ્વાળામુખીનો 70 ટકા ભાગ દરિયામાં છે. આ ટાપુ પર સલ્ફર કાઢવા માટે ખોદકામ કરાતું હતું, પણ 1914માં જ્વાળામુખી ફાટયો હતો અને એમાં ખોદકામ કરી રહેલા 12 મજૂરોના મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ આ ખાણો બંધ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details