ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈઝરાઈલમાં કોરોનાનો કહેર, PM બેન્જામિન નેતન્યાહૂની નજીકના નેતા પોઝીટીવ - netanyahu aid coronavirus

ઈઝરાઇલમાં પણ કોરોના ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 4 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને એક ડઝનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી કે ઈઝરાઈલમાં મૃત્યુઆંક હજી વધી શકે છે.

netanyahu
netanyahu

By

Published : Mar 30, 2020, 7:20 PM IST

ઈઝરાઇલ: ઈઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સાથીદારને કોરોનો વાઈરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે 70 વર્ષના વડા પ્રધાન વાઈરસથી સંક્રમિત થયા છે કે નહીં.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સંક્રમિત વ્યક્તિને 14 દિવસ આઈસોલેશનમાં રાખવું પડે છે, તેમજ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા લોકો માટે કોરોના વાઈરસનો ટેસ્ટ પણ કરવામાં આવે છે. PM બેન્જામિન નેતન્યાહૂનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી આઈસોલેશમાં રહેશે તેમ સ્વાસ્થ્ય પ્રધાને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details