નેપોલિયનના પ્રેમ પત્રની 5,00,000 યૂરોમાં હરાજી થઈ - પેરિસ
પેરિસ: ફ્રાન્સના ખ્યાતનામ જેને સમગ્ર વિશ્વ સારી રીતે જાણીતા છે. એવા નેપોલિયન બોનાપાર્ટ દ્વારા તેમની પત્ની જોસેફિનને લખાયેલ ત્રણ પ્રેમ પત્ર કુલ 5,13,000 યૂરો એટલે કે અંદાજે 3 કરોડ 98 લાખ રૂપિયામાં ગુરૂવારે હરાજી થઈ છે. આ ત્રણેય પ્રેમ પત્ર 1796 અને 1804ના સમયગાળા દરમિયાન લખાયેલ હતા. તો આ સંદર્ભે ડ્રોઉટ નીલામી ઘરે આ જાણકારી આપી હતી.
ઇ.સ 1796માં ઈટાલી અભિયાન દરમિયાન લખાયેલ એક પત્રમાં ફ્રાન્સના બોનાપાર્ટે કહ્યું હતું કે, કે મેરી પ્યારી દોસ્ત તમારા તરફથી મને કોઈ પત્ર નથી મળ્યો. જરૂર કંઈક ખાસ ચાલી રહ્યું હશે. એટલા માટે તમે તમારા પતિને ભુલી ગયા હશો. જો કે ખુબ કામ અને થાકને કારણે માત્ર ને માત્ર તમારી યાદ આવે છે. ફ્રેન્ચ એડર અને એગુટ્સ હાઉસની તરફથી ઐતિહાસિક થીમ પર આધારિત હરાજીમાં એક દુલર્ભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીન પણ સામેલ કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ નાઝી જર્મનીના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યું હતું.