ઇંગ્લેન્ડઃ બર્મિગમ શહેરમાં ચાકુથી અમુક લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અથવા કેટલા લોકો ઇજાગ્રસ્ત છે, તેની કોઇ જાણકારી પોલીસે આપી નથી. મળતી માહિતી અનુસાર, પોલીસને શનિવારે રાત્રે લગભગ સાડા બાર કલાકે બર્મિગમ સિટી સેન્ટરમાં ચાકુથી હુમલાની સૂચના મળી હતી.
ઇંગ્લેન્ડના બર્મિગમમાં લોકો પર ચાકુથી હુમલો, બ્રિટિશ પોલીસ મોટી દુર્ઘટના ગણાવી
ઇંગ્લેન્ડના બર્મિગમ શહેરમાં ચાકુથી અમુક લોકો પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બ્રિટિશ પોલીસે આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી છે. આ ઘટના શનિવારે રાત્રે બર્મિગમ સિટી સેન્ટરમાં બની હતી.
Multiple stabbings reported in Birmingham
પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ કુલ સંખ્યા કેટલી છે, તેના પર કોઇ જાણકારી આપી ન હતી.
ઇમરજન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ટ્વીટર પર જણાવ્યું કે, ગોળી ચલાવવાની માહિતી પણ મળી રહી છે, પરંતુ આ જાણકારી તેમના સુધી રિપોર્ટ થઇ નથી.
Last Updated : Sep 7, 2020, 6:54 AM IST