હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ વાઇરસે સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 1 લાખ 19 હજાર 692 લોકોનો જીવ લીધો છે, જ્યારે 19 લાખ 24 હજાર 677થી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
આ આંકડા વર્લ્ડોમીટરમાંથી લેવામાં આવ્યા છે. આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમિત 4,45,005 લોકો સ્વસ્થ થયા છે.
દુનિયાના અન્ય ભાગની વાત કરવામાં આવે તો, બ્રિટેનમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 11,329 પહોંચી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મૃતકોની સંખ્યામાં ગત 24 કલાકમાં 717નો વધારો થયો છે.
ઈટલીમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,59,516 થઇ છે, જ્યારે 20,465 લોકોનાં મોત થયાં છે.
અમેરિકામાં 5,86,941 લોકો કોરોના સંક્રમિત છે અને 20,465 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાઇરસથી થનારા મોતની સંખ્યા 10,056 થી વધુ થઇ છે. સ્પેનમાં 17,756 લોકોએ અત્યાર સુધી કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સમાં અત્યાર સુધી 14,967 લોકોનાં મોતચ કોરોનાને કારણે થયાં છે. જ્યારે જર્મનીમાં 3,194 લોકોનાં મોત થયાં છે.