ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના કહેર વચ્ચે મંગોલિયામાં બુબોનિક પ્લેગે 1 બાળકનો જીવ લીધો - મંગોલિયા સરકાર

કોરોના મહામારીથી લોકો પરેશાન છે. ત્યારે મંગોલિયામાં બુબોનિક પ્લેગે એક કિશોરનો જીવ લીધો છે. બુબોનિક પ્લેગે કેસ સામે આવતા લોકોમાં ચિંતાનું કારણ બન્યું છે.

Mongolian teenager
Mongolian teenager

By

Published : Jul 16, 2020, 3:49 PM IST

બ્રેઝિંગ : આખું વિશ્વ હાલમાં કોરોના વાઈરસના રોગચાળા સામે લડી રહ્યું છે. હજી સુધી કોઈ કોરોના વાઈરસની રસી બનાવવામાં આવી નથી. ત્યારે વિશ્વને હવે 'બુબોનિક પ્લેગ' જેવા ખતરનાક રોગના નવા ખતરોનો સામનો કરવો પડ્યો છે.

મંગોલિયામાં બુબોનિક પ્લેગે 1બાળકનો જીવ લીધો

પશ્ચિમ મંગોલિયામાં 15 વર્ષના કિશોરનું બુબોનિક પ્લેગ રોગથી મોત થયું છે. કિશોર મર્માટ (ખિસકોલીની પ્રજાતિનું એક જંતુ) ખાય બાદ સંક્રમિત થયો હતો. દેશના સ્વાસ્થ મંત્રાલયના પ્રવક્તા નારંગગ્રેલ ડોર્ઝે કહ્યું કે, મર્માટ ખાયા બાદ અન્ય 2 કિશોરને પણ એન્ટીબાયોટિક દવા આપવામાં આવી રહી છે.

મંગોલિયા સરકારે લોકોને મર્માટનું શિકાર ન કરવા તેમજ તેને ન ખાવાની ચેતવણી આપી છે. આ વચ્ચે ચીનની અધિકારીક એજન્સી શિન્હુઆએ કહ્યું કે, મંગોલિયાને ઉત્તરી ક્ષેત્રમાં પ્લેગથી સંક્રમિત એક દર્દીની હાલત ગંભીર છે.

એજન્સીએ કહ્યું કે, તેમના સંપર્કમા આવેલા 15 લોકોને પણ રવિવારે પૃથક કેન્દ્રમાંથી રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details