લોસ એન્જલસઃપોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ (Carolina Bilavska of Poland) 'મિસ વર્લ્ડ' 2021નો ખિતાબ જીત્યો છે. ભારતની મનસા વારાણસી સ્પર્ધામાં 11મા ક્રમે છે. બુધવારે પ્યુર્ટો રિકોના કોકા-કોલા મ્યુઝિક હોલમાં 'મિસ વર્લ્ડ'ની 70મી આવૃત્તિનું આયોજન (Carolina Bilavska Miss World 2021) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:Film Heropanti Poster Release: ફિલ્મ 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રિલીઝ, જાણો ટ્રેલર ક્યારે થશે રિલીઝ
આ અદ્ભુત દિવસો મને જીવનભર યાદ રહેશે: 'મિસ વર્લ્ડ'ની અધિકૃત વેબસાઇટ અનુસાર, બિલાવસ્કાને જમૈકાના ટોની-એન સિંઘ દ્વારા 2020ની વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો (KAROLINA BIELAWSKA WINS CROWN) હતો. 'મિસ વર્લ્ડ' 2021નો તાજ લીધા બાદ બિલાવસ્કાએ કહ્યું, 'મારું નામ સાંભળીને હું ચોંકી ગઈ. હું હજુ પણ માની શકતી નથી. મને મિસ વર્લ્ડનો તાજ પહેરવાનો ગર્વ છે.... પ્યુઅર્ટો રિકોમાં વિતાવેલા આ અદ્ભુત દિવસો મને જીવનભર યાદ રહેશે.'