ગુજરાત

gujarat

ETV Bharat / international

Philippine Plane Crash: સૈન્ય વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 17 લોકોના મોત

ફિલિપાઇન્સમાં વિમાન દુર્ઘટના (Philippine Plane Crash)બની છે. આ ઘટનામાં લશ્કરી C -130 વિમાનમાં 92 લોકો સવાર હતા., જેમાં મોટે ભાગે સૈન્યના જવાન હતા, સુલુ પ્રાંતના જોલો ટાપુ પર પ્લેન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે ક્રેશ થતા, 17 લોકો મૃત્યું પામ્યા હતા. 40 લોકો ઘાયલ થયા છે.

ફિલિપાઇન્સમાં વિમાન ક્રેશની દુર્ઘટના બની
ફિલિપાઇન્સમાં વિમાન ક્રેશની દુર્ઘટના બની

By

Published : Jul 4, 2021, 12:05 PM IST

Updated : Jul 4, 2021, 1:31 PM IST

  • ફિલિપાઇન્સમાં વિમાન દુર્ઘટના (Philippine Plane Crash)બની
  • સૈન્ય વિમાન C -130 ક્રેશ થયું
  • વિમાનમાં 85 લોકો સવાર

મનિલા: ફિલિપાઇન્સમાં વિમાન દુર્ઘટના બની છે. જેમાં AFPના સુરક્ષા દળોએ સૈન્ય ફિલિપાઇન્સમાં ઉતરતી વખતે એક સૈન્ય વિમાન C -130 ક્રેશ થયું હતું. આ વિમાનમાં 92 લોકો સવાર હતા,જેમાંતી 17 લોકોના મોત થયા છે. તો આ સાથે જ 40 લોકો ઘાયલ થયા છે.

વિમાન ક્રેશ(Philippine Plane Crash)ની બની ઘટના

C-130 વિમાન સુલુ પ્રાંતના જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે વિમાન ક્રેશ (Plane Crash )થયું હતું. ફિલિપાઇન્સના સૈન્ય પ્રમુખે જાણાવ્યું હતું કે આ વિમાન અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોને બચાવવામાં આવ્યા છે. આગળ તપાસ કાર્ય ચાલું છે. વધુમાં વધુ લોકોને બચાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચીફ સ્ટાફ જનરલ સિરીલિટો સોબેજાન આપવામાં આવી માહિતી

ચીફ સ્ટાફ જનરલ સિરીલિટો સોબેજાન દ્વારા માહિતી આપવામાં આવી હતી. સુલુ પ્રાંતના પટીકુલ પર્વત શહેરના એક ગામમાં વિમાન ક્રેશ (Plane Crash)થયું હતું. સોબેજાનાએ જણાવ્યું હતું કે, વિમાન દક્ષિણના શહેર કાગાયન ડી ઓરોથી સૈન્ય દળો લઇ જઇ રહ્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંત સુલુમાં સરકારી દળો અબુ સૈયફ આતંકવાદીઓ સામે દાયકાઓથી લડત આવી રહી છે.

આ પણ વાંચો:Bihar: કેવી રીતે થોડીવારમાં ઘર સિકરહના નદીમાં સમાઈ ગયું, જુઓ

Last Updated : Jul 4, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details