રોમ: ઈટાલી નર્સિંગ હોમ્સમાં નિ:શુલ્ક માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવશે. કોરોના વાઈરસના કારણે ઈટાલીમાં ભારે તબાહી સર્જાઈ છે. કોરોના વાઈરસના રોગચાળા અંગે સરકારના કમિશ્નર ડોમેનિકો આર્કુરીએ જણાવ્યું હતું કે, જાહેર અધિકારીઓ, પરિવહન કામદારો અને પોલીસને માસ્કનું મફત વિતરણ કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન લગાવેલા પ્રતિબંધો હળવા કરવામાં આવશે. ત્યારે 4 મેથી લાખો ઈટાલિયન લોકોને કાર્યસ્થળો પર પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.
ઈટાલીમાં 4 મે બાદ લોકડાઉન હળવું કરાશે, માસ્કનું મફત વિતરણ કરાશે - કોરોના વાઈરસ
ઈટાલીમાં કોરોનાથી 26 હજાર લોકોનાં મોત થયા છે. જેમાંના મોટાભાગના વૃદ્ધ વ્યક્તિઓ છે. ઈટાલીના લોમ્બાર્ડીમાં કોરોના વાઈરસનો સૌથી વધુ ફેલાવો છે. ઈટાલીમાં 4 મે બાદ લોકડાઉન હળવું કરવામાં આવશે તેમજ લોકો કામ પર પરત પણ ફરી શકશે.
ઈટાલી
ઉલ્લેખનીય છે કે, ઈટાલીમાં કોરોનાથી 26 હજાર લોકોનાં મોત થયા છે. જેમાંના મોટાભાગના વૃદ્ધ વ્યક્તિઓ છે, યુરોપમાં કોવિડ-19થી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે.