ઈટાલી: કોરોના વાયરસથી ઈટાલીના મૃત્યુની સંખ્યામાં રવિવારના રોજ એક દિવસમાં 133 લોકોના મોત થયાં છે. આ બાદ ઈટાલીમાં મૃત્યુઆંક 366 થયો છે. જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા એક જ દિવસમાં 1,492 વધીને 7,375 થઈ છે.
ઈટાલીમાં કોરોનાનો કેરઃ એક જ દિવસમાં 133ના મોત, વૈશ્વિક મૃત્યુઆંક 3491 - ઈટાલી
ઈટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 133નો વધારો થયો છે. જ્યારે કોરોના વાયરસના કારણે કુલ 366 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે વૈશ્વિક મૃત્યુઆંક 3491 પર પહોંચ્યો છે.
ઈટાલીમાં ચીન બહારના કોઈપણ દેશમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. ઈટાલી વિશ્વમાં બીજા નંબરનો કોવિડ-19 અસરગ્રસ્ત દેશ બન્યો છે. મોટાભાગના મોત ઉત્તર ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં થયા હોવાનું નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું. કોરોના વાયરસ હવે વિશ્વના 97 દેશોમાં ફેલાઈ ગયો છે.
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં કુલ 3491 લોકોએ પોતોનો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધીમાં 1,02,198 લોકો આ રોગની ભરડામાં આવી ગયા છે. કોરોના વાયરસથી ઈટાલીમાં એક જ દિવસમાં 133 લોકોના મોત થયા હતા. જે કારણે દેશમાં મૃતકોની સંખ્યા વધીને 366 થઈ છે, જ્યારે ઈટાલીમાં અસરગ્રસ્તોની સંખ્યા 1,492 થઈ છે. આ બાદ ઈટાલી સરકાર દ્વારા 20 મિલિયનથી વધુ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો છે.