નવી દિલ્હી: રશિયા અને યુક્રેન (Russia Ukraine Conflict)ની વચ્ચે યુદ્ધની શક્યતાની વચ્ચે તણાવ પોતાના ચરમ પર છે. બંને દેશોની સેનાઓ એક મહિનાથી વધારે સમયથી સામસામે છે. ગત દિવસોમાં રશિયાએ યુક્રેનની સરહદ (Russia ukraine border) પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. યુદ્ધના ખતરાની વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students Studying In Ukraine) ચિંતિત છે. કીવમાં ભારતીય દૂતાવાસે (Indian high commission in Kyiv) પોતાના નાગરિકો ખાસ કરીને આવા વિદ્યાર્થીઓને દેશ છોડવાની સલાહ આપી છે, પરંતુ ઓછી ફ્લાઇટ્સ (Flights from ukraine to india) અને મોંઘી ટિકિટના કારણે તેઓ ભારત આવી શકી રહ્યા નથી. વિદ્યાર્થીઓના પરિવારે પણ ભારત સરકારથી તેમના બાળકોને એરલિફ્ટ કરવાની અપીલ કરી છે.
20 હજાર વિદ્યાર્થીઓએ યુક્રેનમાં કરી રહ્યા છે અભ્યાસ
રિપોર્ટ્સ પ્રમાણે યુક્રેનમાં લગભગ 18થી 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ (study of engineering and medical in ukraine) કરી રહ્યા છે. આમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ સહિત અનેક રાજ્યોના વિદ્યાર્થી શામેલ છે. ઉત્તર પ્રદેશના રામપુરનો નિવાસી સુભાન અહમદ પણ યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા જલીસ અહમદે જણાવ્યું કે, તેમનો દીકરો ઉજહોરોડમાં નેશનલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. તેને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઘટે તેવા સંકેત, છતાં અમેરિકાએ આપી ચેતવણી
ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ
તેમના દીકરાના સંપર્કમાં રામપુરના 20 અને બરેલીના 50 વિદ્યાર્થી (Indian students in ukraine news) યુક્રેનમાં ફસાયા છે. કીવમાં ભારતીય દૂતાવાસે મંગળવારના ભારતીય વિદ્યાર્થીઓને બિનજરૂરી યાત્રાથી બચવા અને અસ્થાઈ રીતે યુક્રેન છોડવાનો આગ્રહ કર્યો હતો. જો કે ફ્લાઇટ સંચાલિત કરનારી કંપની ટિકિટ માટે મોં માંગી રક માંગી રહી છે, જે આપવી સંભવન નથી. તેમણે ભારત સરકારને વિદ્યાર્થીઓને એરલિફ્ટ (Indian students airlift from ukraine) કરાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધનો ભય વધુ ઘેરો, ભારતીય લોકોને દેશ છોડવાની સલાહ
ફ્લાઇટની ટિકિટો મોંઘી, કંપનીએ મનફાવે તેમ ભાવ વધાર્યા
યુક્રેનમાં રહેલા એક અન્ય વિદ્યાર્થી હર્ષે પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી. તેણે જણાવ્યું કે, રશિયાના આક્રમણના ખતરાને જોતા યુક્રેનમાં રહેતા વિદેશી પોત-પોતાના દેશ પરત ફરી રહ્યા છે. અત્યારે તેઓ ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. તેણે જણાવ્યું કે, તેના અનેક સાથીઓએ પહેલાથી જ પોતાની ફ્લાઇટ બૂક કરી લીધી હતી, જે હવે કેન્સલ થઈ રહી છે. ટિકિટ એટલી મોંઘી છે કે તેને અમે ખરીદી નથી શકતા. ભારત સરકારે વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે કહ્યું છે, આવામાં સરકાર તેમની સુરક્ષાની ખાતરી કઈ રીતે કરશે?
વિદેશ મંત્રાલયે જાહેર કર્યા ટોલ ફ્રી નંબર
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને જલદીથી જલદી પાછા લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. વિદ્યાર્થી 1800118797 ટોલ ફ્રી નંબર અને +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905 નંબર પર સંપર્ક કરી શકે છે. સાથે જ વિદ્યાર્થીઓ +91-11-23088124 પર ફેક્સ અથવા situationroom@mea.gov.in પર મેઇલ કરી શકે છે.