ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2021, 9:49 AM IST

ETV Bharat / international

Haiti’s President is Assassinated: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ નિવાસસ્થાને હત્યા

હૈતી દેશમાં રાજકીય, આર્થિક અસ્થિરતા (Political, economic instability) અને હિંસાની ઘટના વધી જવાના પરિણામ ખૂબ જ વિપરીત આવ્યા છે. કારણ કે, કેટલાક અજાણ્યા શખ્સોએ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની (Haiti’s President is Assassinated) તેમના જ ઘરે ગોળી મારી હત્યા કરી હતી. જ્યારે તેમના પત્ની ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ કેરિબિયન દેશ (Caribbean country)માં રાજકીય અસ્થિરતા ચાલી રહી છે. તેવામાં રાષ્ટ્રપતિની હત્યાના કારણે સ્થિતિ હજી વધુ બગડે તેવી સંભાવના છે.

Haiti’s President is Assassinated: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ નિવાસસ્થાને હત્યા
Haiti’s President is Assassinated: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ નિવાસસ્થાને હત્યા

  • હૈતીના રાષ્ટ્રપતિની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા (Haiti’s President is Assassinated) કરાઈ
  • કેટલાક અજાણ્યા શખ્સોએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસીને હત્યા (Haiti’s President is Assassinated) કરી
  • રાષ્ટ્રપતિના પત્ની ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

હૈતીઃ દેશમાં રાજકીય, આર્થિક અસ્થિરતા (Political, economic instability) અને હિંસાની ઘટના વધતા તેના પરિણામ ખૂબ જ વિપરીત આવ્યા છે. હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા (Haiti’s President is Assassinated) કરવામાં આવી છે. દેશના વચગાળાના વડાપ્રધાન ક્લોડ જોસેફે (Interim Prime Minister Claude Joseph) બુધવારે આ અંગે જણાવ્યું હતું કે, હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસેના ઘરમાં કેટલાક અજાણ્યા શખ્સોના સમૂહે હુમલો કરી તેમની હત્યા (Haiti’s President is Assassinated) કરી હતી. વચગાળાના વડાપ્રધાને (Interim Prime Minister Claude Joseph) જણાવ્યું હતું કે, મોઈસેના પત્ની, પ્રથમ મહિલા માર્ટિની મોઈસે (First Lady Martini Moise) હોસ્પિટલમાં દાખલ છે. જોસેફે આ અમાનવીય ઘટનાની ટીકા કરી અને કહ્યું હતું કે, હૈતીની નેશનલ પોલીસ (National Police of Haiti) અને અન્ય અધિકારીઓએ કેરિબિયાઈ દેશની સ્થિતિને કાબૂમાં રાખી છે.

આ પણ વાંચો-રશિયામાં ગુમથયેલું વિમાન મળી આવ્યું, દુર્ઘટનામાં 28 લોકોના મોત

1.1 કરોડની વસતી ધરાવતા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા

હૈતીમાં રાજકીય, આર્થિક સ્થિરતાના સંકટ (Political, economic instability) અને ગિરોહ હિંસા વધવાની ઘટના વચ્ચે મંગળવારે મોડી રાત્રે હૈતીના રાષ્ટ્રપતિની હત્યા (Haiti’s President is Assassinated) કરવામાં આવી છે. 1.1 કરોડથી વધુની વસતી ધરાવતા આ દેશમાં મોઈસેના શાસનમાં સતત અસ્થિરતા અને ગુસ્સો વધી રહ્યો હતો. તેની આર્થિક, રાજકીય અને સામાજિક સમસ્યાઓ વધી રહી હતી. જ્યારે રાજધાની પોર્ટ ઓ પ્રિન્સમાં હિંસાની ઘટના વધી રહી હતી. તો મોંઘવારી પણ ઘટવાનું નામ નહતી લેતી અને આવા સમયે ભોજન અને ઈંધણ બંનેની અછત હતી. દેશની 60 ટકા વસતી પ્રતિદિવસ 2 ડોલરથી પણ ઓછાની કમાણી કરી રહી છે. આ સમસ્યાઓ તેમની સામે ત્યારે આવી રહી છે કે જ્યારે હૈતી વર્ષ 2010ના વિનાશકારી ભૂકંપ અને વર્ષ 2016માં આવેલા વાવાઝોડા 'મેથ્યુ'ના અસરમાંથી અત્યારે પણ ઉભા થવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો-મ્યાનમારમાં સૈન્ય અથડામણમાં વધુ 25 લોકોના મોત

મોઈસ મનમાનીથી શાસન કરતા હતાઃ વિપક્ષ

મોઈસે (53) દેશમાં ચૂંટણી ન થવાના કારણે અને સંસદ ભંગ હોવાના કારણે 2 વર્ષથી વધુ સમયથી કોર્ટના હુકમના આધારે શાસન કરી રહ્યા હતા. વિપક્ષી નેતાઓએ મોઈસે પર પોતાની તાકાત વધારવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં સરકારી કરારોનું ઓડિટ કરનારી કોર્ટની શક્તિને સીમિત કરવી અને આવી ખાનગી એજન્સી બનાવવા સામેલ હતી, જે ફક્ત રાષ્ટ્રપતિને જ જવાબ આપતી હતી. અત્યારના મહિનાઓમાં વિપક્ષી નેતાઓએ તેમની પાસે રાજીનામાની માગ કરી હતી. તેમનું કહેવું હતું કે, મોઈસેનો કાર્યકાળ વર્ષ 2021માં સમાપ્ત થયો છે.

ABOUT THE AUTHOR

...view details