હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી 14 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 7,53,467થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વભરમાં 2,10,80,357 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડો સતત વધી રહ્યો છે.
કોરનાનો કહેરઃ દુનિયાભરમાં 7.53 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો - કોરોના વાઇરસથી સંક્રમિત
કોરોના વાઇરસે (COVID-19) લાખો લોકોનો ભોગ લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોનાના કારણે વિશ્વમાં 7.53 લાખથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં, 2,10,80,357થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે.
કોરોના કહેર
માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,39,11,414થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. વિશ્વભરમાં, 64,15,476થી વધુ કેસ સક્રિય છે. જેમાંથી લગભગ એક ટકા એટલે કે,64,488થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે.