ન્યૂયોર્કઃ કોરોના વાઇરસ મહામારીને લીધે થયેલી મોતનો વૈશ્વિક આંકડો 2 લાખ 92 હજારને પાર છે. વર્લ્ડોમીટરના આંકડા અનુસાર અત્યાર સુધીમાં આ વાઇરસથી સંક્રમણથી 16 લાખ 24 હજાર 93 દર્દીઓ સ્વસ્થ થયા છે.
બુધવારે જાહેર કરાયેલા નવીનતમ આકંડા અનુસાર, કોવિડ 19 સંક્રમણના વધતા પ્રકોપથી દુનિયામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 92 હજાર 893 લોકોના મોત થયા છે.
સમગ્ર દુનિયામાં કોરોનાના 24 લાખ 47 હજાર 161 એક્ટિવ દર્દીઓની સારવાર શરુ છે.
વિશ્વના 180થી વધુ દેશો અને વિસ્તાર અત્યાર સુધી આ મહામારીની ઝપેટમાં આવ્યા છે અને કુલ 43 લાખ 42 હજાર 547 લોકો સંક્રમિત થયા છે.
કોરોનાથી પ્રભાવિત દેશ
અમેરિકા
અમેરિકામાં કુલ 14 લાખ 86 હજાર 36 કેસ અને 83 હજાર 425 મોતની સાથે મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 296,746 દર્દીઓ કોરોના સંક્રમણનો ઇલાજ કરાવીને સ્વસ્થ થયા છે.