હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 7 મે ગુરુવારના સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) સુધી 2.65 લાખથી વધુ લોકોના મોત થયા છે.
COVID-19: દુનિયાભરમાં 2.65 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના મોત થયા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી 2.65 લોકોથી વધુના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 38.22 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.
Global COVID-19 tracker
વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમણને કારણે 2,65,084 લોકોના જીવ ગયા છે, તો 38,22,951 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 12 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા વર્લ્ડોમીટરથી મળેલા છે.