હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 3 મેએ સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) 2.44 લાખ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરોનાથી 2.44 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા... - કોવિડ 19 ટ્રેકર
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી 2.44 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 34.84 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં છે.
Global COVID-19 tracker
વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમણને કારણે 2,44,778 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 34,84,176 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 10 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા વર્લ્ડોમીટરથી મેળવેલા છે.
Last Updated : May 3, 2020, 3:54 PM IST