વૉશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ કોરોનાના સંકટથી જજૂમી રહ્યું છે. દુનિયાભરમાં 1,098,762 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત અને 59,172 લોકોના મોત થયા છે. તમને જણાવીએ તો 2,28,932 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. અમેરિકામાં કોરોના વાઇરસથી છેલ્લા 24 કલાકમાં 1,480 લોકોના મોત થયા છે. આ કોઇ દેશમાં એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોની દુનિયામાં સર્વાધિક સંખ્યા છે.
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસ શુક્રવારે 2500એ પહોંચ્યા હતા. જે વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું કે, કોઇ પણ વિશ્વાસથી કહી ન શકે કે, કોવિડ 19 મહામારી હવે પૂરી થઇ છે. આ સાથે જ તેમણે અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા નિર્માણ ક્ષેત્ર માટે મોટા સ્તરે પેકેજની જાહેરાત કરી છે.