ગુજરાત

gujarat

ETV Bharat / international

WHOના ડાયરેક્ટર જનરલ તરીકે ઘેબ્રેયિયસ બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા - United Nations Health Agency

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ તરીકે ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ(Tedros Adhanom Ghebreyesus) બીજી મુદત માટે બિનહરીફ ચૂંટાયા છે. WHOની શુક્રવારે જાહેરાત કરી હતી.

WHOના ડાયરેક્ટર જનરલ તરીકે ઘેબ્રેયસસ બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા
WHOના ડાયરેક્ટર જનરલ તરીકે ઘેબ્રેયસસ બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા

By

Published : Oct 29, 2021, 8:30 PM IST

  • WHOના ઘેબ્રેયસસ બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા
  • ઘેબ્રેયસસનો બીજો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે
  • પ્રથમ WHO ચીફ છે જેમની પાસે મેડિકલ બેકગ્રાઉન્ડ નથી

જીનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ(Tedros Adhanom) ને સંસ્થાના વડા પદ માટે બિનહરીફ ફરીથી ચૂંટવામાં આવ્યા છે. તેમનો બીજો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ આ જાહેરાત દાવાની આગામી ટર્મની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બરે પૂરી થયા બાદ કરી છે. આ ઉપરાંત WHOના આગામી ડાયરેક્ટર જનરલની ઔપચારિક જાહેરાત આવતા વર્ષે મે મહિનામાં યોજાનારી સંસ્થાની જનરલ એસેમ્બલી(General Assembly)ની બેઠકમાં કરવામાં આવશે.

કોમ્યુનિટી હેલ્થમાં ડોક્ટરેટની પદવી મેળવી છે

ઉલ્લેખનીય છે કે, ઘેબ્રેયેસસ ઇથોપિયન નાગરિક છે અને WHOના ડાયરેક્ટર જનરલના પદ પર પહોંચનાર પ્રથમ આફ્રિકન છે. તેમની ચૂંટણી દરમિયાન કોવિડ-19 સાથે વ્યવહાર કરવામાં સંસ્થાનો જટિલ પ્રતિભાવ રહ્યો હતો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસને જીવવિજ્ઞાન અને ચેપી રોગોની તાલીમ છે. સાથે કોમ્યુનિટી હેલ્થમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ એવા પ્રથમ WHO ચીફ છે જેમની પાસે મેડિકલ બેકગ્રાઉન્ડ નથી.

ઇથોપિયાના ભૂતપૂર્વ આરોગ્ય અને વિદેશપ્રધાન ટેડ્રોસને તેમની નોમિનેશન સમાપ્ત થાય તે પહેલાં ફ્રાન્સ અને જર્મની તરફથી સમર્થન મળ્યું હતું. બંને દેશોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ કામ, આરોગ્ય અને નાણાં આ 3 કારણથી ભારતીયો થઈ રહ્યાં છે STRESSED

આ પણ વાંચોઃ TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ કર્યો ખૂલાસો, "મારા લગ્ન ગેરકાયદેસર છે"

ABOUT THE AUTHOR

...view details