ગુજરાત

gujarat

ETV Bharat / international

ફ્રાન્સના અબજપતિ અને સાંસદ ઓલિવિયર ડસોલ્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ - Emmanuel Macron

ફ્રાન્સના અબજપતિ અને સંસદના સભ્ય રાજનેતા ઓલિવિયર ડસોલ્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વિટ કરીને આપી હતી.

ફ્રાન્સના અબજપતિ અને સાંસદ ઓલિવિયર ડસોલ્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ
ફ્રાન્સના અબજપતિ અને સાંસદ ઓલિવિયર ડસોલ્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ

By

Published : Mar 8, 2021, 9:54 AM IST

  • ઓલિવિયર ડસોલ્ટે 69 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
  • હેલિકોપ્ટર ક્રેસ થતા ઓલિવિયરનું થયું આકસ્મિક નિધન
  • ઓલિવિયરના દાદા એક વિમાની એન્જિનિયર હતા

ફ્રાન્સઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે, ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમણે ઉદ્યોગ, કાયદા ઘડવામાં, સ્થાનિક ચૂંટણી અધિકારી, વાયુ સેનામાં કમાન્ડર તરીકે દેશની સેવા કરી હતી. તેમનું આકસ્મિક નિધન એ ખૂબ જ મોટી ખોટ છે.

આ પણ વાંચોઃમૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિનનું સારવાર દરમિયાન મૃત્યુ, મૃત્યુઆંક 5, 1ની હાલત નાજુક

ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સિસ અબજપતિ ઉદ્યોગતિ સર્જ ડસોલ્ટના સૌથી મોટા પુત્ર હતા

ઓલિવિયર ડસોલ્ટ 69 વર્ષના હતા. તેઓ ફ્રાન્સિસ અબજપતિ ઉદ્યોગતિ સર્જ ડસોલ્ટના સૌથી મોટા પુત્ર હતા, જેમનું સમૂહ રાફેલ લડાકુ વિમાનનું નિર્માણ કરે છે. આ સાથે જ આ સમૂહનું લે ફિગારો નામનું એક અખબાર પણ છે. ઓલિવિયર વર્ષ 2002થી લેસ રિપબ્લિક પાર્ટીના ધારાસભ્યા હતા અને તેમના બે ભાઈ અને એક બહેન હતા. આ સાથે જ તેઓ પરિવારના ઉત્તરાધિકારી પણ હતા. તેમના દાદા માર્સેલ એક વિમાની એન્જિનિયર અને પ્રતિષ્ઠિત શોધક હતા. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સિસ વિમાનોમાં ઉપયોગમાં લેવાતું એક પ્રોપેલર બનાવ્યું હતું, જે આજે પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે.

આ પણ વાંચોઃપાકિસ્તાન: વડાપ્રધાન ઈમરાન ખાનના વિશ્વાસના મતને વિપક્ષે નકાર્યો, રાજીનામાની માંગ કરી

ABOUT THE AUTHOR

...view details