કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ ફ્રાન્સના પ્રધાનની આ પ્રથમ ભારત યાત્રા હશે. ફ્રાન્સ દૂતાવાસના અધિકારીએ કહ્યું કે, લેમોનેની યાત્રા ભારત-ફ્રાન્સ સંબંધોનો સ્વીકાર કરશે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોના નિંમત્રણ પર ઓગષ્ટમાં બિઆરિત્ઝમાં આયોજીત થનારા G7મા શિખર સંમેલન પર ભારતના વડાપ્રધાનની ફ્રાન્સની યાત્રા માટે ગ્રાઉડવર્કની દેખરેખ કરશે.
ફ્રાન્સના વિદેશપ્રધાન લેમોને સોમવારે ભારતની મુલાકાતે
નવી દિલ્હીઃ ફ્રાન્સના યુરોપ અને વિદેશ મંત્રાલયના રાજ્યપ્રધાન બૈપ્ટિસ્ટ લેમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓગસ્ટમાં થનારી ફ્રાન્સની યાત્રાના સંદર્ભે સોમવારે ભારતની મુલાકાત લેશે.
ફાંસના મંત્રી લેમોને ભારતની મુલાકાતે
યાત્રા દરમિયાન લેમોને વિદેશપ્રધાન એસ.જયશંકર, વિદેશ રાજ્યપ્રધાન વી.મુરલીધરન અને વાણિજ્ય અને ઉધોગપ્રધાન હરદીપ સિંહ સાથે પણ મુલાકાત કરશે.