ગુજરાત

gujarat

ETV Bharat / international

ફ્રાન્સમાં કોરોનાનો કહેર: એક જ દિવસમાં 1400થી વધુ લોકોનાં મોત, મૃત્યુઆંક 17 હજારને પાર - France

ફ્રાન્સમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અહીં એક જ દિવસમાં 1400થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ફ્રાન્સમાં મૃત્યુઆંક 17,000ને વટાવી ગયો છે.

કોરોનાનો કહેર
કોરોનાનો કહેર

By

Published : Apr 16, 2020, 5:04 PM IST

પેરિસ: ફ્રાન્સમાં કોરોનાના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. એક જ દિવસમાં 1400 થી વધુ લોકોના મોત પછી દેશમાં આ વાઇરસને કારણે મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

ફ્રાન્સમાં, કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 17,167 મૃત્યુ થયા છે. જે કે એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા આ માહામારી બાદ પહેલીવાર ઘટી છે.

ફ્રાન્સમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં અત્યાર સુધીમાં કુલ 17,167 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

જેરોમ સૉલોમને જણાવ્યું હતું કે 'એક દિવસ પહેલા કરતાં આજે હોસ્પિટલમાં કોરોના વાઇરસના કુલ 513 કેસ ઓછા છે. જે સારા સમાચાર છે. જો કે આ આંકડા હજી ઘણા વધારે છે, તેમ છતાં, અમે પ્રથમ વખત તેમાં ઘટાડો જોયો છે.

ABOUT THE AUTHOR

...view details