ગુજરાત

gujarat

ETV Bharat / international

​​​​​​​પેરિસમાં 850 વર્ષ જુના ચર્ચમાં આગ, ભારે નુકસાન - Cathedral

પેરિસઃ પેરિસના ઐતિહાસિક ચર્ચમાં નોટ્રે-ડેમ કૈથેડ્રલમાં આગ લાગી છે. જોકે મુખ્ય ઇમારતને બચાવી લેવામાં આવ્યું છે, પરંતુ આગના કારણે ઐતિહાસિક ઈમારતને નુકસાન થયું છે અને વર્ષો જુની વિરાસત બળીને ખાક થઈ ગઈ છે. આ આગમાં સૌથી પ્રથમ યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરેલા 850 વર્ષ જુની ઈમારકની છત નષ્ટ થઈ ગઈ અને પછી ગૉથિક મીનાર નીચે પડી ગયો હતો.

historic church

By

Published : Apr 16, 2019, 12:32 PM IST

ઉલ્લેખનીય છે કે, આગ એવા સમયમાં લાગી હતી, જ્યારે ચર્ચમાં ઈસ્ટનની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આગ એટલી ભીષણ હતી કે, આગની લપેટો આકાશ સુધી ઉઠી રહી હતી, જેને જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ સન થઈ ગયા હતા.

850 વર્ષ જુના ચર્ચમાં લાગી આગ

આ ઘટના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોંએ દુઃખ વ્યક્ત કરતા નોટ્રે-ડ્રેમનું ફરી નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. હાલ ફ્રાન્સના પ્રૉસિક્યૂટરે આગ લાગવા પાછળ કોઈપણ પ્રકારની ષડયંત્રની આશંકાઓને નામંજૂરકરી દીઘી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને રહ્યું છે કે, નોટ્ર-ડ્રામ કૈથેડ્રલ ચર્ચમાં ભીષણ આગને જોવી ઘણી ભયાનક છે, કદાચ હેલિકૉપ્ટરથી પાણીની બૌછાર કરીને આગને બુઝાવી પડે.

હાલ આગ પર નિયંત્રણ આવી ગયો છે. આંશિક રીતે આગને બુઝાવી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આગને કાબુમાં લેવા માટે 500 ફાયર બ્રિગેડની ગાડી આવી હતી. નુકસાન પછી ઈમારતના આગળના ટાવરને બચાવવામાં સફળ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details