બ્રેસેલ્સઃ EU સાંસદે બુધવારે યુરોપીય યુનિયન (EU)માંથી બ્રિટનને છુટા થવા માટે મંજૂરી આપવામાં આવી હતી. EU સાંસદમાં બ્રેક્જિટ કરાર સમર્થનમાં 621 મત પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં માત્ર 49 મત પડ્યા હતા. આ સાથે EU સાંસદે બ્રિટનની વિદાયને મંજૂરી આપી હતી.
બ્રિટને યુરોપીયન યુનિયન સાથે છેડો ફાડ્યો, બ્રેક્ઝિટમાંથી છૂટો પડનાર પ્રથમ દેશ
યુરોપીય યુનિયન (EU)માંથી બ્રિટન બુધવારે વિદાય આપવામાં આવી હતી. બ્રિટનને યુરોપીય યુનિયનમાંથી છૂટા પડવાની મંજૂરી UEની સાંસદે આપી હતી. આ પહેલા સાંસદમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેટલાક દેશોને આગામી વ્યાપારિક વાટાઘાટોમાં છૂટછાટો ન માંગવા ચેતવણી આપી હતી.
બ્રિટને યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યો
આ બ્રેક્જિટ કરાર બ્રટિશ વડાપ્રધાન બોરિસ બોનસને ગત વર્ષે યુરોપીયન યુનિયનનાં અન્ય 27 નેતાઓ સાથે ચર્ચા કરી હતી. મે-જુન 2016માં બ્રિટને લોકમતને કારણે EUમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. EUના દેશો આ પહેલા બ્રિટન સાથે નવા વ્યાપારી વાટાઘાટો અંગે ચર્ચા કરે તેવી શક્યતાઓ હતી.
શુક્રવારે EUથી છૂટા થયા બાદ, બ્રિટેન ચાલુ વર્ષના અંત સુધી EUની આર્થિક વ્યવસ્થાની છત્રછાયા હેઠળ રહેશે, પરંતું બ્રિટન કોઈપણ નિતિમાં પોતાનો મત રજૂ કરી શકશે નહીં.