ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇંગ્લેન્ડે કોરોના એન્ટિબોડી પરીક્ષણને આપી મંજૂરી - ઇંગ્લેન્ડે કોરોના એન્ટિબોડી પરીક્ષણને મંજૂરી

કોરોના વાઇરસને રોકવા માટે દરેક દેશ પોતાના વતી રસીઓ અને એન્ટિબોડીઝ પર સંશોધન કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ પણ આમાં સામેલ છે. દેશના આરોગ્ય અધિકારીઓએ આવી એન્ટિબોડીઝને મંજૂરી આપી છે, જે શોધી કાઢશે કે, કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત છે કે નહીં. પીએચઇએ તેને સકારાત્મક સિદ્ધિ તરીકે વર્ણવ્યું છે. વિગતવાર વાંચો...

England
England

By

Published : May 14, 2020, 10:37 PM IST

લંડન: ઇંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓએ ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત છે કે, નહીં તે નક્કી કરવા માટે નવી એન્ટિબોડી પરીક્ષણને મંજૂરી આપી છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ જણાવ્યું હતું કે, સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશે દ્વારા વિકસિત આ પરીક્ષણ ખૂબ સકારાત્મક સિદ્ધિ છે.

જેમાં તે લોહીની તપાસ કરીને એન્ટિબોડીઝ દ્વારા જોવામાં આવશે કે, શું તે વ્યક્તિને પહેલાં વાઇરસથી સંક્રમિત હતો કે કેમ અને હવે તેની સામે લડવાની થોડી ક્ષમતા હોઇ શકે છે. બ્રિટન કોરોના વાઇરસ ડિટેક્શન પ્રોગ્રામના રાષ્ટ્રીય સંયોજક પ્રોફેસર જોન ન્યુટને જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ સકારાત્મક સિદ્ધિ છે કારણ કે આવી સચોટ એન્ટિબોડી પરીક્ષણ પહેલાના સંક્રમણને શોધવા માટે વિશ્વસનીય છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસને કારણે 40,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details