યુનાઈટેડ નેશન્સ:ભારતે UN સુરક્ષા પરિષદને (Security Council) કહ્યું કે, રશિયા અને યુક્રેન (Ukraine Russia War) બંને તરફથી વારંવાર વિનંતીઓ કરવા છતાં, પૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સલામત કોરિડોરની સ્થાપના કરવામાં આવી નથી અને તે તેના વિશે ખૂબ જ ચિંતિત છે. ભારતના સ્થાનિક પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું કે, ભારત તમામ પ્રકારની દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે.
આ પણ વાંચો:યુક્રેન-રશિયા વાતચીતનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત, માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે ચર્ચા
સુમીમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં આવ્યો નથી : ટીએસ તિરુમૂર્તિ
ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારતે યુક્રેનમાંથી તમામ નિર્દોષ નાગરિકો, ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સલામત અને અવરોધ વિનાના માર્ગની માંગ કરી છે. તિરુમૂર્તિએ કહ્યું કે, “અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને તરફથી અમારી વિનંતીઓ છતાં, સુમીમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં આવ્યો નથી. ભારત અત્યાર સુધી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના 20,000 થી વધુ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં સફળ રહ્યું છે. અમે અન્ય દેશોના લોકોને પણ તેમના દેશમાં પહોંચવામાં મદદ કરી, જેમણે આ સંબંધમાં અમારો સંપર્ક કર્યો હતો.