- 70 વર્ષોમાં પ્રથમ વખત આ પદ્દ પર મૂળ ભારતના વ્યક્તિ
- ન્યાયાધિશ ભંડારીને ICJની થયેલી ચૂંટણીમાં 193 માંથી 183 મત મળ્યા
- દેશનો ત્રીજા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મ ભૂષણથી કરવામાં આવ્યા હતા સન્માનિત
ન્યૂઝ ડેસ્ક : સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) ની પ્રમુખ ન્યાયિક શાખા અને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે ડંકો વગાડ્યો છે. અદાલતના મુખ્ય ન્યાયાધિશ તરીકે મુળ ભારતના દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ) ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ ત્યાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં ICJની થયેલી ચૂંટણીમાં 193 માંથી 183 મત મેળવીને ભંડારીએ મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અદાલતમાં સાત દાયકાથી બ્રિટનના જ મુખ્ય ન્યાયાધીશોએ જ પદ્દ સંભાળ્યું હતું, પરંતુ 70 વર્ષોમાં પ્રથમ વખત આ પદ્દ પર મૂળ ભારતના વ્યક્તિએ સ્થાન મેળવ્યું છે.
જસ્ટિસ દલવીર ભંડારી સાથે જોડાયેલી બાબતો
- જસ્ટિસ ભંડારી એક વકીલ પરિવારમાંથી આવે છે. તેમના પિતા મહાવીર ચંદ ભંડારી અને દાદા બી.સી. ભંડારી રાજસ્થાન બારના સભ્ય હતા.
- જસ્ટિસ દલવીર ભંડારીએ જોધપુર યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે, તેણે USAના નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી LLM કર્યું હતું. લો ક્ષેત્રે તેમના યોગદાનની પ્રશંસામાં કર્ણાટકની તુમકુર યુનિવર્સિટીએ તેમને ડોક્ટર ઓફ લો (LLD) ની પદવી એનાયત કરી છે.
- તેમણે નોર્થવેસ્ટર્ન લીગલ આસિસ્ટન્સ ક્લિનિકમાં કામ કર્યું છે, અને ઘણા વર્ષો સુધી શિકાગોની કોર્ટમાં ક્લિનિકના દાવેદારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- ભારત પાછા ફર્યા બાદ તેમણે 1973 થી 1976 સુધી રાજસ્થાન હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. આ બાદ તેઓ દિલ્હી શિફ્ટ થયા અને માર્ચ 1991 માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ બન્યા.
- વર્ષ 2004માં તેમને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ દલવીરના ચુકાદાએ મહારાષ્ટ્રના 5 સૌથી પછાત જિલ્લાઓમાં કુપોષણ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી.
- ન્યાયધીશ ભંડારીએ ગોવા અને મહારાષ્ટ્રમાં ધ્યાન અને સમાધાન કેન્દ્રો સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- દલવીર ભંડારીને રાષ્ટ્રપતિ દ્વારા દેશનો ત્રીજા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
- મે 2016 માં વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટા દ્વારા તેમને ડોક્ટર ઓફ લેટરની પદવી એનાયત કરવામાં આવી હતી.