મોસ્કોઃ રશિયા કોરોનાની રસી શોધવામાં સફળ થયું હોવાના દાવાઓ થઈ રહ્યાં છે. રશિયાની સેચિનોવ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, અમે કોરોના વાઇરસ માટેની રસી તૈયાર કરી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે, તમામ રસી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યાં છે. જો આ દાવો સાચો હશે, તો કોરોના વાઇરસની દુનિયાની આ પ્રથમ રસી હશે.
જો કે, યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના ઘણા વિકસિત દેશો કોરોના પર રસી તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેમાં ભારતમાં પણ બે સંસ્થાઓ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ શરૂ છે. ઘણા અજમાયશ તબક્કે નિષ્ફળ પણ ગયા છે, પરંતુ રશિયાએ પરીક્ષણ કરી સફળ ગણાવીને પ્રથમ રસી શોધવાનો દાવો કર્યો છે. ભારતમાં રશિયન દૂતાવાસે રસીના મામલે ટ્વીટ કરી કહ્યું કે, કોરોના સંક્રમણ સામે વિકસિત કરાયેલી આ પ્રથમ રસી છે.
18 જૂનથી રસીનું પરીક્ષણ શરૂ થયું છે.