ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટન: વડાપ્રધાનના ઉચ્ચ સહાયકે લોકડાઉનનું કર્યું ઉલ્લંઘન, નાયબ પ્રધાને રાજીનામું આપ્યું - કોવિડ -19

લંડન : બ્રિટેનના વડાપ્રધાન બોરીસ જહોનસને લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરવા છતાં તેમના સાથી ડોમિનિક કમિંગ્સને સમર્થન કરવાના કારણે પ્રધાનમંડળના એક નાયબપ્રધાને મંગળવારે રાજીનામું આપ્યું હતું

covid-19
કોવિડ -19

By

Published : May 27, 2020, 11:51 AM IST

લંડન : બ્રિટેનના વડાપ્રધાન બોરીસ જહોનસને લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરવા છતાં તેમના સાથી ડોમિનિક કમિંગ્સને સમર્થન કરવાના કારણે પ્રધાનમંડળના એક નાયબપ્રધાને મંગળવારે રાજીનામું આપ્યું હતું.

વડાપ્રધાનના મુખ્ય રણનીતિક સલાહકાર ડોમિનિક કમિંગ્સને પ્રેસ કોન્ફરન્સ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સાંજે તેમને મીડિયાના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.છેલ્લા કેટલાંય દિવસથી કમિંગ્સને લઇને જહોનસન પર તેની જ પાર્ટી અને અન્ય પક્ષોના નેતાઓ સવાલ કરી રહ્યા હતા.

આ ઘટનાને લઇને સ્કોટલેન્ડના નાયબ પ્રધાન ડગ્લાસ રોસે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે કટોકટીની વચ્ચે કમિંગ્સે તેમના સંબધીઓના ઘરે 400 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. જેમાં મોટાભાગના લોકો તેના જવાબથી સંતુષ્ટ નથી. વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, "વડાપ્રધાને ડગ્લાસ રોસનો આભાર માન્યો અને સ્કોટલેન્ડના નાયબ પ્રધાનપદેથી રાજીનામાં બદલ અફસોસ વ્યક્ત કર્યો".

ABOUT THE AUTHOR

...view details