નવી દિલ્હીઃ આ ગંભીર આર્થિક સ્થિતિને પરિણામે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને રજા ઉપર ઉતરી જવા જણાવ્યું છે - તેમણે કર્મચારીઓને છૂટા કરવાને બદલે પગાર વિનાની રજાઓ ઉપર ઉતરવા કહ્યું છે.
પગાર વિનાની રજા ઉપર ફરજિયાતપણે ઉતરેલા આ કર્મચારીઓ માટે આ સ્થિતિ ખરાબ છે, પરંતુ તેઓ પોતાની કંપનીના પેરોલ્સ ઉપર ચાલુ રહેશે, તે હકીકત છે. આ પગલું એવા નોકરીદાતાઓના લાભમાં છે, જેઓ પરિસ્થિતિ જેવી સુધરે કે તરત જ પોતાનાં કામ શરૂ કરવા માગે છે, પરંતુ કર્મચારીઓ માટે આ મુશ્કેલ સ્થિતિ છે, કેમકે તેમની આવક અચાનક અટકી ગઈ છે.
આ પરિસ્થિતિમાં વિશ્વભરના દેશો કર્ચમારીઓને મદદગાર થવા શું કરી રહી છે, તે જોઈએ ઃ
યુનાઈટેડ કિંગ્ડમ
સરકારે જે કર્મચારીઓ વર્તમાન સ્થિતિને કારણે કામચલાઉ રજા ઉપર છે, તેમના લગભગ 80 ટકા વેતનને આવરી લે એટલું અનુદાન આપ્યું છે. સરરકારે માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ શરૂ કરી હતી, જેમાં પ્રત્યેક કર્મચારીને દર મહિને મહત્તમ 2500 પાઉન્ડ આપવાનું જાહેર કર્યું હતું.
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
અમેરિકાની સેનેટે કોરોનાવાયરસ માટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ મંજૂર કર્યું છે, જેમાંથી સરકાર નોકરી ગુમાવી ચૂકેલા અથવા કંપનીના પેરોલ ઉપર ચાલુ હોય તેવા કર્મચારીઓના વેતન ચૂકવશે.