જિનેવાઃ વિશ્વ સ્વાસ્થય સંગઠનના (WHO) મહાનિર્દેશક ટેડ્રોસ અલોમ ગેબ્રેયેસસે કહ્યું કે, યૂરોપીય દેશોને કોવિડ 19ના તમામ દર્દીઓને શોધવા, તેમને ક્વોરન્ટાઇનમાં રાખવા અને પરીક્ષણ ઉપરાંત તેની સારવાર કરવી જોઇએ.
WHOના પ્રમુખે એક વર્ચુઅલ સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, યૂરોપમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. અમે દેશોને આગ્રહ કરીએ છીએ કે, સતત કોરોના સંક્રમિત લોકોને શોધવા અને તેમને અલગ કરવા, તથા તેમની તપાસ અને સારવાર કરવી જોઇએ. આ સાથે જ સંક્રમિતોના સંપર્કમાં આવેલા તમામની પણ શોધખોળ કરવી જોઇએ. જેથી કોરોનાની સંખ્યામાં ઘટાડો યથાવત રહે.
ટ્રેડોસે કહ્યું કે, જો કે, તેમાં કોઇ બે મત નથી કે, લૉકડાઉન અને સોશિયલ ડિસટન્સથી કેટલાય દેશોએ કોરોનાના કેસમાં કાબુ મેળવ્યો છે.