વોશિંગ્ટનઃ કોરોના મહામારીનો અંત ક્યારે આવશે, એ કહેવું કઠીન છે. કારણ કે, વર્તમાન સ્થિતિમાં કોરોનાથી સમગ્ર દુનિયા ત્રસ્ત છે. જો કે, વૈજ્ઞાનિક આ વાઇરસ વિરુદ્ધ લડાઈ લડવા માટે દવા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. વર્લ્ડોમીટરના આંકડા અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 39,17,564 છે.
અત્યાર સુધી આ મહામારીના કારણે 2,70,720 લોકોના મોત થયા છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં 23,27,024 કોરોનાના એક્ટીવ કેસ છે, જ્યારે 13,44,120 દર્દીએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમેરિકામાં કોરોના વાઇરસનો કહેર કહેર વધુ વર્તાઈ રહ્યો છે. અત્યાર સુધી અમેરિકામાં 76,928 લોકોનાં કોરોના સંક્રમણના કારણો મોત થયા છે. જ્યારે 12,92,623 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.