ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનમાં એક જૂન સુધી લોકડાઉન વધ્યું, અત્યાર સુધીમાં કોરોનાના કારણે 31, 855 મોત - વડાપ્રધાન બોરિસ જ્હોન્સન

બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે લોકડાઉન 1 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આ અંગે જાહેરાત કરી હતી.

બ્રિટનમાં એક જૂન સુધી લોકડાઉન વધ્યું, અત્યાર સુધી 31, 855 મોત
બ્રિટનમાં એક જૂન સુધી લોકડાઉન વધ્યું, અત્યાર સુધી 31, 855 મોત

By

Published : May 11, 2020, 10:05 AM IST

બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 1 જૂન સુધી દેશમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન વધારવામાં આવશે. તો 1 જુલાઇ સુધી કેટલાક સ્થળો ખોલવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

દેશને સંબોધન કરતી વખતે તેમણે કોરોના સામે લડવા અંગે નવી ચેતવણી પ્રણાલીની જાહેરાત કરી હતી. જેના વડે બ્રિટનની સરકાર કોરોનાના સંક્રમણ પર નજર રાખશે, જેને આર રેટ કહેવામાં આવે છે.

આ સંબોધનમાં જ્હોન્સનની કન્ઝર્વેટિવ સરકારે સંક્રમણ ધીમું પાડવા અને મેડિકલ સ્ટાફને પૂરતા સુરક્ષા ઉપકરણો નહીં આપવાના આક્ષેપોનો પણ સામનો કરવો પડ્યો હતો.

જ્હોન્સને આ વાઇરસનું જોખમ વિશ્વના અન્ય કોઇપણ નેતાઓ કરતા વધુ નજીકથી અનુભવ્યો છે. કોરોનાના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોના વાઇરસથી 2,19,183 લોકો સંક્રમિત છે. ઉપરાંત 31,855 લોકો મૃત્યુ પામ્યા છે.

ABOUT THE AUTHOR

...view details