- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસનને મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યા
- બોરીસ જોહ્નસન અને કેરી સાયમન્ડ્સની સગાઇ 2019માં થઇ હતી
- બોરિસ જોહ્નસન બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા
લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસનને મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યા છે, એમ ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન એક ગુપ્ત સમારંભમાં યોજાયો હતો. બોરીસ જોહ્નસન અને કેરી સાયમન્ડ્સની સગાઇ 2019માં થઇ હતી, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના લીધે બન્નેના લગ્ન 2020માં થયા નહિ અને આ વર્ષે પણ કોરોના વાઇરસના કારણે ઇંગ્લેન્ડમાં ઘણા મહિનાથી લોકડાઉન થયું હતું, જેના કારણે બન્નેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.
વડાપ્રધાન બોરિસ જ્હોનસને તેની મંગેતર સાથે ગુપ્ત રીતે કર્યા લગ્ન આ પણ વાંચોઃકોરોના કાળમાં અનોખા લગ્નનો વીડિયો - પ્રતિબંધોથી બચવા દંપતિએ કર્યા ફ્લાઇટમાં લગ્ન
સમારોહમાં ફક્ત થોડા મહેમાનો હાજર રહ્યા હતા
અહેવાલો મુજબ લગ્ન વેસ્ટમિંસ્ટર કૈથેડ્રલ ખાતે થયા હતા અને સમારોહમાં ફક્ત થોડા મહેમાનો હાજર રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં હાલના કોરોના વાઇરસ પ્રતિબંધો હેઠળ લગ્નમાં 30 જેટલા લોકો ભાગ લઈ શકે છે. 33 વર્ષની સાયમન્ડ્સ અને 56 વર્ષના જોહ્નસનને ફેબ્રુઆરી 2020માં સગાઈની ઘોષણા કરી હતી. લગ્ન પહેલા બન્ને ઘણા પ્રસંગોમાં ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.
વડાપ્રધાન બોરિસ જ્હોનસને તેની મંગેતર સાથે ગુપ્ત રીતે કર્યા લગ્ન ઓફિસમાં લગ્ન કરનારા છેલ્લા બ્રિટિશ વડાપ્રધાન 1822માં લોર્ડ લિવરપૂલ હતા
જણાવાવમાં આવે છે કે, સાયમન્ડ્સની પહેલા અને જોહ્નસનના ત્રીજા લગ્ન થશે. ધ સન અનુસાર, જોહ્નસનની 10 ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસમાં વરિષ્ઠ કર્મચારીઓ પણ લગ્નની યોજનાઓથી અજાણ હતા. જોહ્નસનની ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. 56 વર્ષના જોહ્નસન અને 33 વર્ષની સાયમન્ડ્સે ફેબ્રુઆરી 2020માં તેમની સગાઈની ઘોષણા કરી હતી. ઓફિસમાં લગ્ન કરનારા છેલ્લા બ્રિટિશ વડાપ્રધાન 1822માં લોર્ડ લિવરપૂલ હતા.
વડાપ્રધાન બન્યા બાદ 2019થી ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહેતા હતા
બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને તેની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ વચ્ચે 23 વર્ષના ઉંમરનું અંતર છે અને વડાપ્રધાન બન્યા બાદ 2019થી ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહેતા હતા.
આ પણ વાંચોઃકોરોનાને કારણે મોરબીમાં લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં
બ્રિટનના વડાપ્રધાને 2019માં લગ્ન માટે કેરી સાયમન્ડ્સને પ્રપોઝ કર્યો
જ્હોનસન અગાઉ પણ બે વધુ લગ્ન કરી ચૂક્યો છે, પરંતુ તેની બન્ને પત્નિ જોડે છૂટાછેડા લેવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાને 2019માં લગ્ન માટે કેરી સાયમન્ડ્સને પ્રપોઝ કર્યો હતો. તેમણે કેરીને એ સમયે પ્રપોઝ કર્યો હતો ત્યારે તે મુસ્ટીકમાં રજા માણી રહ્યા હતા અને તેના થોડા સમય પછી બોરિસ જોહ્નસનની પાર્ટીએ ઇંગ્લેન્ડની ચૂંટણીમાં જીત મેળવી હતી અને પછી બોરિસ જોહ્નસન બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા.