લંડનઃ બ્રિટનની 95 વર્ષિય મહારાણી એલિઝાબેથ II કોરોના સંક્રમિત (Queen Elizabeth II Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો (Symptoms Of Corona) નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને સારા સ્વસ્થ્યની કામના કરી છે.
આ પણ વાંચો :અમેરિકા કોવિડ 19 થી કંટાળી ગયું છે, પરંતુ હજી પણ સારી સ્થિતિમાં છે: બાઈડન
બોરિસ જ્હોન્સનના ટ્વિટને ટાંક્યું
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના ટ્વિટને ટાંકીને વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં કહ્યું કે, "હું મહારાણી એલિઝાબેથના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું." બોરિસ જ્હોન્સને ટ્વીટ કર્યું કે, "મહારાણી ધ ક્વીન કોવિડમાંથી ઝડપથી રિકવરી અને સારા સ્વાસ્થ્યમાં ઝડપથી પાછા ફરવાની શુભેચ્છા પાઠવવા માટે દરેક માટે વિનંતી કરૂ છું."