ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનના PM બોરિસ જોનસન એપ્રિલમાં ભારત આવશે - Prime Minister Narendra Modi

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલના અંત સુધીમાં ભારત આવશે. યુરોપિયન યુનિયનથી બ્રિટન અલગ થયા બાદ તેમનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે. આ વાતની જાણકારી તેમના કાર્યાલય તરફથી આપવામાં આવી હતી.

બ્રિટનના PM બોરિસ જોનસન એપ્રિલમાં ભારત આવશે
બ્રિટનના PM બોરિસ જોનસન એપ્રિલમાં ભારત આવશે

By

Published : Mar 16, 2021, 12:19 PM IST

  • યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ બ્રિટનના PMનો પહેલો પ્રવાસ
  • બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે જોનસનના પ્રવાસ અંગે આપી માહિતી
  • બ્રિટનમાં વડાપ્રધાનના દિલ્હી પ્રવાસ અંગેની તમામ તૈયારી ચાલી રહી છે

આ પણ વાંચોઃકમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારત આવશે. ભારત યાત્રા દરમિયાન મહત્ત્વપૂર્ણ કરાર થશે. આપને જણાવી દઈએ કે, ભારતે બોરિસ જોનસનને 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા, પરંતુ બ્રિટનમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે તેઓ અહીં હાજર રહી નહતા શક્યા.

આ પણ વાંચોઃQUAD નેતાઓએ ચીનને આપ્યો સંદેશ

જૂનમાં યોજાનારા જી7 સંમેલનમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ

જોકે, ત્યારબાદ બોરિસ જોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ગયા વર્ષે ભારતમાં નિયુક્ત થયેલા બ્રિટનના નવા હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે, બોરિસ જોનસન નવી દિલ્હીની યાત્રાએ આવવાના હોવાથી આ માટે તૈયારી થઈ રહી છે. જી7 અને કોપ26 સંમેલન માટે ભારતનું સ્વાગત કરવાની પ્રાથમિકતા છે. બ્રિટનમાં જૂનમાં થનારા જી7 સંમેલનમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગયા મહિને બ્રિટને વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details