ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનમાં કોરોના વાઇરસથી લગભગ 20,000 લોકોના મોત

યુકેમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી બ્રિટન ચોથા ક્રમે છે. આ દરેક દેશમાં 20,000થી વધુ લોકોના મોત નોંધાયા છે.

london
london

By

Published : Apr 25, 2020, 5:48 PM IST

લંડન: બ્રિટિશ સરકારે કહ્યું કે યુકેની હોસ્પિટલોમાં કોરોના વાઇરસથી વધુ 684 લોકોના મોત થયા છે. હાલ સંખ્યા કુલ 19,506 થઈ છે. યુકેમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી બ્રિટન ચોથા ક્રમે છે. આ દરેકમાં 20,000થી વધુ લોકોના મોત નોંધાયા છે.

બ્રિટન સરકારે એમ પણ કહ્યું છે કે, દૈનિક પરિક્ષણોની સંખ્યા લગભગ 5,000 જેટલી વધીને 28,532 થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details