ગુજરાત

gujarat

ETV Bharat / international

કાશ્મીર મુદ્દે દિવાળી દરમિયાન બ્રિટનમાં પ્રદર્શનની આશંકા, હિંસા સ્વિકાર્ય નથીઃ PM જ્હોનસન - Prime minister Boris Johnson

લંડનઃ બ્રિટનમાં પાકિસ્તાન સમર્થિત વિરોધીઓ દિવાળીના તહેવાર નિમિત્તે ભારતીય હાઈકમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસને બુધવારે કહ્યું હતું કે, હિંસા અને ધમકાવવાની બાબતોને સ્વીકાર કરવામાં આવશે નહી.

pm johnson

By

Published : Oct 24, 2019, 1:12 PM IST

સંસદમાં વડાપ્રધાનના સાપ્તાહિક પ્રશ્નોતરી સમયગાળા દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ બોબ બ્લેકમેને પાકિસ્તાન સમર્થક જૂથો દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસ પર પણ ભારતીય હાઈકમિશનની બહાર આ પ્રકારના પ્રદર્શનને લઈ પ્રશ્નો કર્યા હતા. જે સમય દરમિયાન મિશન બહાર હિંસા ભડકી ઉઠી હતી.

આ પ્રશ્નનો જવાબ આપતા જ્હોનસને કહ્યું હતું કે, આ પોલીસ સાથે જોડાયેલો મુદ્દો છે અને ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ આ મુદ્દાને પોલીસ સાથે ઉઠાવશે. આ ગૃહમાં તે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે, હિંસા અને ગુંડાગીરી દેશમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

બ્લેકમેને સરકારને પૂછ્યું હતું કે, આ રવિવારે 10 હજાર લોકોને ભારતીય હાઈકમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે લાવવામાં આવી રહ્યા છે. આ દિવસ હિન્દુ, શીખ અને જૈનો માટે ખૂબ પવિત્ર દિવસ છે. જેથી રવિવારે સરકાર આ હિંસક ઘટનાઓને રોકવા માટે શું પગલા ભરશે?

જેથી આ પ્રદર્શનને ફ્રી કાશ્મીર રેલી કહેવામાં આવી રહી છે અને તેનો પ્રચાર સોશિયલ મીડિયા દ્વારા 'બ્લેક ડે' ના રુપમાં કરવામાં આવી રહ્યો છે. પ્રચારમાં કહેવામાં આવી રહ્યું છે કે, 27 ઓક્ટોબર 1947 ના રોજ ભારતીય સેનાએ કથીત રીતે તત્કાલીન કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે આ પ્રદર્શનમાં પાકિસ્તાનના કબ્જા હેઠળ આવેલા કાશ્મીરના રાષ્ટ્રપતિ સરદાર મસુદ ખાન અને વડાપ્રધાન રાજા મુહ્મમદ ફારૂક હૈદર ખાન પણ આ માર્ચમાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details