લંડન: યુકેના વડાપ્રધાન બોરીસ જૉનસનને કહ્યું છે કે, જાતિવાદના મુદ્દે બ્રિટનના રસ્તાઓ પર હિંસક પ્રદર્શનો માટે કોઈ સ્થાન નથી. લંડનના મધ્ય વિસ્તારમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.
બ્રિટનમાં જાતિવાદના મુદ્દે હિંસક પ્રદર્શન માટે કોઈ સ્થાન નથી: જૉનસન - બ્રિટનમાં જાતિવાદના મુદ્દે હિંસક પ્રદર્શન
અમેરિકાના મિનિયાપોલિસમાં બ્લેક મેન(અશ્વેત વ્યક્તિ) જ્યોર્જ ફ્લૉયડની પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારબાદથી અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદશન થઈ રહ્યા છે. બ્રિટનમાં એક પ્રદર્શન દરમિયાન ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. આ પછી વડાપ્રધાન બોરીસ જૉનસનને કહ્યું કે, જાતિવાદના મુદ્દે બ્રિટનના રસ્તાઓ પર હિંસક પ્રદર્શન માટે કોઈ સ્થાન નથી.
જૉનસન
જૉનસનેે કહ્યું કે, 'આપણા રસ્તાઓ પર જાતિવાદના મુદ્દે હિંસક પ્રદર્શન માટે કોઈ સ્થાન નથી. જો કોઈ પોલીસ પર હુમલો કરશે તો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.’
તેમણે વધુમાં કહ્યું, 'હિંસા અને હાલના માર્ગદર્શિકાઓના ઉલ્લંઘનને કારણે આ રેલીઓ અને પ્રદર્શન બંધ કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં જાતિવાદ માટે કોઈ સ્થાન નથી અને તેને વાસ્તવિકતા બનાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. '