- વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત
- બ્રિટેનના વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- આ પહેલા પણ તેઓ કોરોના સંક્રમિત થયા હતા
લંડનઃ બ્રિટેનના વડાપ્રધાન બૉરિસ જૉનસને પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા છે. જોકે, બૉરિસ જૉનસનમાં હાલ કોરોનાના લક્ષણો જણાઇ રહ્યા નથી.
એપ્રિલમાં પણ થયા હતા કોરોના સંક્રમિત
તમને જણાવી દઇએ કે, આ પહેલા એપ્રિલમાં બૉરિસ જૉનસનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને નેશનલ હેલ્થી સર્વિસ ટેસ્ટક એન્ડ ટ્રેસની તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, તેઓ એક વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા. જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ જાણકારી બાદ બ્રિટિશના બૉરિસ જૉનસને પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા છે.
10 દિવસ સુધી આઇસોલેટ રહેશે
મળતી માહિતી અનુસાર તેઓએ પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા છે. જાણકારી મુજબ તે ડાઉનિંગ સ્ટ્રીટથી પોતાનું કામ કરતા રહેશે અને કોરોના મહામારી પર સરકાર સાથે માર્ગદર્શન કરતા રહેશે. જો કે, બૉરિસ જૉનસનમાં કોરોનાના કોઇ લક્ષણો જોવા મળ્યા નહોતા. નિયમો મુજબ બૉરિસ જૉનસન 10 દિવસ સુધી આઇસોલેટ રહેશે.