વોશિંગ્ટન/મોસ્કો:US રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) જાહેરાત કરી હતી કે યુએસ રશિયન બેંકો અને અલીગાર્કો સામે કડક નાણાકીય પ્રતિબંધોનો આદેશ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે મોસ્કોએ યુક્રેન પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો:જાણો, યુક્રેન માટે વ્લાદિમીર પુતિને અપનાવેલી રણનિતિ વિશે...
પુતિન આગળ કોઈ કાર્યવાહી કરશે તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે
US રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) જણાવ્યું હતું કે, યુક્રેન વિશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Russian President Vladimir Putin) દાવાઓથી આપણામાંથી કોઈ મૂર્ખ નહીં બને. તેમણે કહ્યું કે જો પુતિન આગળ કોઈ કાર્યવાહી કરશે તો વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. બાઈડને વધુ જણાવ્યું હતું કે, પૂર્વમાં રશિયાની વધતી હાજરીને ધ્યાનમાં રાખીને US નાટો બાલ્ટિક સાથીઓની સુરક્ષા માટે વધારાના દળો મોકલી રહ્યું છે.
આ પણ વાંચો:જ્હોન્સને કહ્યું - પ્રતિબંધોના બોમ્બ ધડાકા સાથે રશિયાને નિશાન બનાવશે
ડોનેટ્સ્ક અને લુગાન્સ્કને અલગ દેશો તરીકે માન્યતા આપી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) પૂર્વી યુક્રેનમાં રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો ડોનેટ્સ્ક અને લુગાન્સ્કને (Recognized Donetsk and Lugansk as separate countries) અલગ દેશો તરીકે માન્યતા આપી છે. રશિયાના આ નિર્ણયથી યૂક્રેન પર રશિયાના આક્રમણના પશ્ચિમી દેશોના ભય વચ્ચે તણાવ વધુ વધશે. મોસ્કો સમર્થિત બળવાખોરો અને યુક્રેનિયન દળો વચ્ચેના સંઘર્ષમાં રશિયા માટે ખુલ્લેઆમ બળ અને શસ્ત્રો મોકલવાનો માર્ગ મોકળો કરીને પુતિને રાષ્ટ્રપતિ સુરક્ષા પરિષદની બેઠક બાદ આ જાહેરાત કરી હતી.