કૈનબેરાઃ ઓસ્ટ્રેલિયા વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પરિવર્તન લાવવાની વાતનું સમર્થન કરે છે. ઓસ્ટ્રેલિયાએ આ વાતને લઈને અમેરિકાને સહયોગ આપ્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્ર એજન્સીની જરૂરિયાતોની સમીક્ષા જાણવી જરૂરી છે. જેથી ઓસ્ટ્રેલિયા પ્રશાંત ક્ષેત્રમાં એજન્સીના બહુમૂલ્ય કાર્યને સમર્થન આપતું રહેશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને WHOમાં પરિવર્તન લાવવા મુદ્દે સમર્થન આપ્યું - વડાપ્રધાન મોરિસનન
ઓસ્ટ્રેલિયા વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પરિવર્તન લાવવાની વાતનું સમર્થન કરે છે.
![ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને WHOમાં પરિવર્તન લાવવા મુદ્દે સમર્થન આપ્યું Senior journalist Sanjib Kr Baruah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6923218-736-6923218-1587724411523.jpg)
એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતના શાસનમાં WHOને આપવામાં આવતી સહાયને રોક લગાવતા દાવો કર્યો હતો કે, કોરોના વાઈરસની શરૂઆતી જાણકારી આપવામાં WHO નિષ્ફળ નીવળ્યું હતું.
વડાપ્રધાન મોરિસને કહ્યું હતું કે, ઓસ્ટ્રલિયા જેવા સમાન વિચાર ધરાવતા દેશ સાથે મળીને WHOમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે, 'યુ.એસ. નાણાકીય બાબતે અંતિમ નિર્ણય શું લે છે, તે તેમનો મામલો છે. અમે ચોક્કસપણે WHOનાં સંચાલનમાં સુધારો જોવા માગીએ છીએ અને અમે તેને સહયોગ આપવાનું ચાલુ રાખીશું. જેથી તેમાં પરિવર્તનનો પવન ફૂંકાય.