- કોવેક્સિનને ઓસ્ટ્રેલિયન સરકારે આપી મંજૂરી
- કોવેક્સીનનો ડોઝ લેનારા પ્રવાસીઓને નહી રહેવું પડે ક્વોરન્ટાઇન
- અગાઉ ઓમાને કોવેક્સિન રસીને આપી હતી મંજૂરી
નવી દિલ્હી :ભારત બાયોટેકની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે પ્રવાસીઓએ કોવેક્સીનનો ડોઝ લીધો હશે, તેઓ ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર બેરી ઓ'ફેરેલ એઓએ આ માહિતી આપી હતી.
નિઃસંકોચ ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી
બેરી ઓ'ફેરેલ એઓએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકારે પ્રવાસીઓના રસીકરણની સ્થિતિ સ્થાપિત કરવાના હેતુસર ભારત બાયોટેકના કોવેક્સિનને મંજૂરી આપી છે. હવેથી, જે મુસાફરોએ કોવેક્સીનનો ડોઝ લીધો છે, તેઓ નિઃસંકોચ ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી લઈ શકશે.
WHO તરફથી લીલી ઝંડી