ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના મહામારીમાં વધુ એક વિદેશી દેશ આવ્યો ભારતની મદદે - ભારતને બીજી મદદનો હાથ મળ્યો

કોરોનાવાયરસ રોગચાળામાં ભારતને અનેક વિદેશી દેશો મદદ કરી રહ્યા છે. આયર્લેન્ડથી 700 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર બુધવારે સવારે ભારત આવી પહોંચ્યા હતા.

corona
કોરોના મહામારીમાં વધુ એક વિદેશી દેશ આવ્યો ભારતની મદદે

By

Published : Apr 29, 2021, 12:08 PM IST

  • કોરોના મહામારીમાં આયર્લેન્ડ આવ્યું ભારતની મદદે
  • 700 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર અને અન્ય તબીબી પુરવઠો મોકલશે ભારત
  • બુધવારે સવારે ભારત પહોંચ્યા ઓક્સિજન કોન્સન્ટ્રેટોર

નવી દિલ્હી : આયર્લેન્ડને મંગળવારે કોરોના વાઇરસ સંકટ સામે લડવામાં મદદ માટે 700 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર અને અન્ય તબીબી પુરવઠો ભારત મોકલવાની જાહેરાત કરી હતી. આયરિશ દૂતાવાસે જણાવ્યું છે કે બુધવારે સવારે ઓક્સિજન કોન્સન્ટ્રેટોર ભારત પહોંચશે તેવી આશા છે.

આ પણ વાંચો : પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

ભારતના સંપર્કમાં છે અમે

દૂતાવાસે જણાવ્યું હતું કે, "આયર્લેન્ડ, ભારતના દર્દીઓની સારવાર માટે આરોગ્ય કર્મચારીઓને મદદ કરવા માટે 700 ઓક્સિજન સકોન્સન્ટ્રેટોર ભારત મોકલી રહ્યું છે." બુધવારે વહેલી સવારમાં કોન્સન્ટ્રેટોર ભારત પહોંચશે તેવી સંભાવના છે. "આયર્લેન્ડના રાજદૂત બ્રેન્ડન વોર્ડે જણાવ્યું હતું કે આયર્લેન્ડ ભારત સરકાર સાથે સંપર્કમાં છે."

ABOUT THE AUTHOR

...view details