ગુજરાત

gujarat

ETV Bharat / international

યુકે ફરી ચૂંટણી ભણી, બ્રૅક્ઝિટનો દડો ફરી નાગરિકોના મેદાનમાં!

ન્યૂઝ ડેસ્કઃ બ્રિટિશ લોકો એક ચીજ બહુ સારી કરે છે પોતાની જ મજાક! એક બ્રિટિશ લેખક અને ટીકાકાર ઍડ્રિયન ગિલે લખ્યું છે, બ્રિટિશ લોકો “રાજકારણીઓને ધિક્કારે છે. તમામ રાજકારણીઓને. જે રીતે માંસ સાથે મિન્ટ સૉસ ભળે છે તે રીતે રાજકારણીઓ સાથે નફરત ભળી જાય છે. બ્રિટિશ લોકો તેમના રાજકારણીઓને કંજૂસાઈથી માત્ર એટલું જ ચૂકવે છે જેથી તેઓ ફિક્કા, સ્વઅગત્યના નર મધમાખીને આકર્ષી શકે પરંતુ વેપાર કે અર્થવ્યવસ્થા સાથે સ્પર્ધા ન કરી શકે.” રાજકારણીઓના વર્તમાન ફાલ પર સવાર થઈને દસ વર્ષમાં ચોથી સામાન્ય ચૂંટણીની ફરજ પાડવાથી તેમની છબીનું કંઈ ભલું થયું નથી!

By

Published : Nov 10, 2019, 11:31 AM IST

Brexit Deal Defeated

ડેવિડ કેમેરોન, જેમણે વર્ષ ૨૦૧૬માં (૨૩ જૂને) બ્રૅક્ઝિટ લોકમતના વિપરીત પરિણામોના પગલે રાજીનામું આપ્યું હતું. તેમના તરફથી ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ વડાંપ્રધાન થેરેસા મેને વારસામાં પાતળી બહુમતી (૬૫૦ સાંસદોના ગૃહમાંથી ૩૩૦ સાંસદો) મળી હતી. તેમના તાજા પુસ્તક ‘ફૉર ધ રેકૉર્ડ’ માં વડાપ્રધાન કેમેરોન કહે છે કે તેમનો “સૌથી મોટો પસ્તાવો” એ છે કે જેમણે યુરોપીય સંઘમાં રહેવાની વકીલાત કરી તેમણે મત ગુમાવ્યા જેનાથી છેવટે દેશ વિભાજિત થયો, સરકાર પંગુ બની ગઈ અને બ્રિટન કોઈ સોદા વગર યુરોપીય સંઘમાંથી બહાર નીકળી જાય તેનું બ્રિટનમાં મોટું જોખમ ઊભું થઈ ગયું.

થેરેસા મેને હતું કે તેઓ મતદારો તરફથી મોટો જનાદેશ મેળવી શકશે જેનાથી બ્રૅક્ઝિટ વાટાઘાટોમાં તેમનો હાથ મજબૂત થશે. આથી તેમણે જૂન ૨૦૧૭માં ત્વરિત ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો. આ રીતે આ ચૂંટણી તેના નિયત થઈ રહ્યો છે ત્યારે આપણે આગળ રહેલી તકોને ઝડપી લેવી જોઈએ.” એક તક ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો પર વિઝા નિયંત્રણો હળવાં કરવાની હોઈ શકે છે. પ્રવેશ અને રોજગાર પર અંતરાયોથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ ૨૦૧૦-૧૧માં ૩૯,૦૯૦ હતી જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૧૬,૫૫૦ થઈ ગઈ હતી અને આ રીતે ૫૦ ટકા કરતાં વધુ ઘટાડો થયો હતો.

જો ત્રાજવામાં મૂકવામાં આવે તો, કન્ઝર્વેટિવ રાજકારણીઓ ભારત તરફ વધુ ઝૂકેલા હોય છે. વડાપ્રધાન કેમેરોને તેમની પહેલી મુદ્દતમાં ત્રણ વાર ભારતની (જુલાઈ ૨૦૧૦, ફેબ્રુઆરી ૨૦૧૩ અને નવેમ્બર ૨૦૧૩) મુલાકાત લીધી હતી. તેઓ વડાપ્રધાન મોદીના નવેમ્બર ૨૦૧૫માં વેમ્બલી સ્ટેડિયમ (લંડન)માં ભારતીય પ્રવાસી નાગરિકોના સૌથી મોટા સમૂહને સંબોધવાના કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી અને તેઓ લખે છે કે “મોદીનો પરિચય કરાવતા પહેલાં, મેં ૬૦,૦૦૦ જેટલી વિશાળ મેદનીને કહ્યું કે હું સપનું જોઉં છું કે એક દિવસ બ્રિટિશ ભારતીય નં. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાન તરીકે પ્રવેસશે. તેને અતુલનીય રીતે ચીચીયારીઓથી વધાવી લેવાયું હતું અને મોદી અને હું મંચ પર ભેટ્યા ત્યારે મેં આશા રાખી હતી કે આ નાનકડી ચેષ્ટા ખુલ્લા હાથે આતુરતા જેની સાથે બ્રિટન વિશ્વ તરફ અભિગમ રાખે છે જે એક સંકેત હશે.”

બીજી તરફ, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માંથી આવતા લૉર્ડ નઝીર અહેમદ જેવા લેબર નેતાઓ મત બૅન્કનું રાજકારણ કરવા માટે સતત ભારત પર પ્રહારો જ કરતા રહેવાની ટેવવાળા છે. ૧૧ લાખ બ્રિટિશ પાકિસ્તાનીઓ પૈકી લગભગ ૧૦ લાખ પીઓકેના છે (‘ધ ગાર્ડિયન’ અખબાર મુજબ). અડધુંપડધું ભણેલા અને અંગ્રેજીની આવડત વગરના તેઓ ઘણી વાર મહેનતવાળી નોકરીઓ કરે છે. મુખ્ય પ્રવાહનો ભાગ થવામાં તેમને મુશ્કેલી જણાય છે જેના કારણે તેઓ પોતાના જ ઝુંડમાં રહેતા હોય છે. આના લીધે અનેક બેઠકો પર તેઓ ચૂંટણીના પરિણામ પર પ્રભાવ પાડી શકે છે અને ખાતરી કરી શકે છે કે તેમના સાંસદ તેમની બોલી લગાવે.

તાજું જ ઉદાહરણ લો. જેરેમી કૉર્બિનના નેતૃત્વવાળા લેબર પક્ષે ૨૫ સપ્ટેમ્બરે કાશ્મીર પર સાવ પક્ષપાતી અને ભડકાઉ એવી દરખાસ્ત ઉતાવળે પસાર કરી જેને ૧૦૦ બ્રિટિશ ભારતીય સંસ્થાઓએ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વખોડી કાઢી. પ્રવક્તાએ કહ્યું, “અમને દુઃખ છે કે આ પ્રસંગે માહિતી વગરનું અને પાયા વગરનું વલણ લેવામાં આવ્યું. સ્પષ્ટ છે કે આ મત બૅન્ક હિતોને ખુશ કરવાનો એક પ્રયાસ હતો. ”કૉર્બિન તેમના મતને વળગી રહ્યાં અને કહ્યું કે તે “લેબર પક્ષની પરિષદની લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ હતો” પરંતુ સ્વીકાર્યું પણ ખરું કે “તેમાં વપરાયેલી કેટલીક ભાષાનું ભારત અને ભારતીય પ્રવાસી લોકોની શત્રુ તરીકે ખોટું અર્થઘટન થઈ શકે છે.”

ભારતીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં (૧૫ લાખ) છે, વધુ શિક્ષિત અને ધનાઢ્ય છે, છતાં પ્રભાવી રાજકીય વર્ચસ્વ ધરાવતા નથી. વિડંબના એ છે કે તે સફળતાની કિંમત છે કારણકે તેઓ સારી રીતે ત્યાં ભળી ગયા છે અને દેશભરમાં આમતેમ ફેલાઈ ગયા છે. જોકે, હવે સમય પાકી ગયો છે કે તેઓ પ્રવાહો પારખી લે અને તેમનાં પોતાનાં હિતોની રક્ષા કરવાનું શીખી જાય. લેબર પાર્ટીને એક સ્વરે સંદેશ આપવો જરૂરી છે કે પાકિસ્તાની પ્રવાસીઓની ઈચ્છાઓને વધુ પડતું ઉત્તેજન આપવું તેમને મોંઘું પડશે.

આગામી ચૂંટણીઓ પર પાછા ફરીએ તો, મોટા ભાગના ઑપિનિયન પૉલ સૂચવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી સારો દેખાવ કરશે. દેખીતી રીતે જ બ્રૅક્ઝિટ અને આરોગ્ય (રાષ્ટ્રીય આરોગ્ય યોજના) મુખ્ય મુદ્દા છે. જોકે લોકોનું સમર્થન ચંચળ હોઈ શકે છે અને ઑપિનિયન પૉલ એક કરતાં વધુ વાર ખોટા પડી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૫માં, વડાપ્રધાન કેમેરોનના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ સાંસદો હારી જાય તેવી ભારે આશા હતી. શાણા મતદારોએ તેમને પાતળી બહુમતી આપીને બધાને આશ્ચર્યમાં નાખી દીધા. ભલે આમ રહ્યું, તો પણ એક વાત ચોક્કસ છે કે ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાશે, તે કટુતાપૂર્ણ પણ હશે અને આવનારાં અનેક અનેક વર્ષો માટે બ્રિટનના ભવિષ્યને મહત્વની રીતે આકાર આપે તેવી હશે.

રાજદૂત વિષ્ણુ પ્રકાશ દ્વારા

ABOUT THE AUTHOR

...view details